Ahmedabad News/ અમદાવાદમાં કારમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર, નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી યુવકનો મૃતદેહ (Youth Found Dead inside Car) મળી આવ્યો છે. પોલીસ અને FSL દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Youth Found Dead inside Car :મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી યુવક મૃત હાલતમાં મળ્યો

Ahmedabad News: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક કારમાંથી યુવકનો મૃતદેહ (Youth Found Dead inside Car) મળી આવતા ચકચાર મચી ગઈ છે. મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી શંકાસ્પદ સંજોગોમાં યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, નવરંગપુરા વિસ્તારમાં સિટી ગોલ્ડ થિયેટર પાછળ આવેલા મેટ્રોના પિલર નજીક એક વાદળી રંગની કાર લાંબા સમયથી ઉભી હોવાનું સ્થાનિકોના ધ્યાનમાં આવ્યું હતું. તપાસ કરતા કારની અંદર એક યુવક મૃત (Youth Found Dead inside Car) હાલતમાં જોવા મળ્યો હતો.

Youth Found Dead inside Car: દારૂની બોટલ સાથે કારમાં મૃત હાલતમાં મળ્યો યુવક

પોલીસે સ્થળ પરથી મળેલા ઓળખપત્રના આધારે મૃતકની ઓળખ વિકાસ નામના યુવક તરીકે કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર યુવક નવરંગપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

તપાસ દરમિયાન કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે મૃતકના શરીર પર કોઈપણ પ્રકારના ઈજાના નિશાન ન મળતા પોલીસે તમામ સંભવિત કારણોને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક અનુમાન મુજબ કારમાં પેટ્રોલ ખૂટી જવાથી વાહન રસ્તા પર ઉભું રાખવામાં આવ્યું હોઈ શકે છે. તેમજ યુવક નશાની હાલતમાં કારમાં જ સૂઈ ગયો હોય અને ત્યારબાદ કોઈ કારણસર તેનું મોત થયું હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

પોલીસે મૃતદેહ (Youth Found Dead inside Car)ને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હાલ અકસ્માત, કુદરતી મોત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અમદાવાદના સરખેજ અને સોલા વિસ્તારોમાંથી કારની અંદરથી મૃતદેહ મળવાના બનાવો સામે આવ્યા હતા. નવરંગપુરાની આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ચિંતા ઊભી કરી છે.


આ પણ વાંચો:અમદાવાદમાં કારમાંથી લાશ મળતા ચકચાર: સાયન્સ સિટી રોડ પર ટાટા હેરિયરમાંથી મૃતદેહ મળી આવ્યો

આ પણ વાંચો:ગાંધીનગરમાં સાઇકો કિલરના મોત બાદ પરિવારે આરોપીનો મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો

આ પણ વાંચો:જેસલમેરમાં 500થી વધુ મૃત ગાયોના મૃતદેહ મળતાં હડકંપ, મ્યુનિસિપલ કાઉન્સિલે કોન્ટ્રાક્ટરને ફટકારી નોટિસ