Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના રામપુરમાં 2007ના સીઆરપીએફ કેમ્પ હુમલા કેસના દોષી મોહમ્મદ શરીફ(Mohammad Sharif)ની ગોળી મારીને હત્યા કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અજ્ઞાત હુમલાખોરોએ શરીફ પર ગોળીબાર કર્યો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. સીઆરપીએફ કેમ્પ પરના હુમલામાં 8 જવાનોનાં મોત થયાં હતાં. આ કેસમાં શરીફને દોષી ઠેરવીને સજા ફટકારવામાં આવી હતી અને સજા કાપ્યા બાદ તે જેલમાંથી બહાર આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમે તપાસ શરૂ કરી દીધી છે.
Mohammad Sharif : શું છે સમગ્ર ઘટના?
રામપુરના પનવરિયા ખજુરિયા વિસ્તારમાં મંગળવારે અજ્ઞાત બદમાશોએ મોહમ્મદ શરીફની ગોળી મારીને હત્યા કરી નાખી. રામપુરમાં હત્યા(Rampur Murder)ની આ ઘટનામાં ગોળી વાગ્યા બાદ શરીફને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. રામપુરના એસપી અનુરાગ સિંહે શરીફની હત્યાની પુષ્ટિ કરી છે. પોલીસનું કહેવું છે કે પનવરિયા ખજુરિયામાં બે અજ્ઞાત બદમાશોએ શરીફ પર ફાયરિંગ કર્યું હતું.
પોલીસે શું જણાવ્યું?
પોલીસે જણાવ્યું કે ઘટના બાદ શરીફને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં. પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. હુમલાખોરોની ઓળખ અને ધરપકડ માટે પોલીસ તપાસ(Police Investigation) શરૂ કરી દેવામાં આવી છે.
2007માં થયો હતો સીઆરપીએફ કેમ્પ પર હુમલો
રામપુર સીઆરપીએફ કેમ્પ પર 31 ડિસેમ્બર 2007ની રાત્રે હુમલો થયો હતો. આ સીઆરપીએફ કેમ્પ હુમલો(CRPF Camp Attack) આઠ જવાનોના મોતનું કારણ બન્યો હતો. કેસની તપાસ દરમિયાન મોહમ્મદ શરીફનું નામ સામે આવ્યું હતું. તેની સાથે ચાર આરોપીઓને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી.
હાઈ કોર્ટે સજા રદ કરી હતી
રામપુર સીઆરપીએફ કેમ્પ હુમલા કેસમાં શરીફે સાત વર્ષ સુધી જેલમાં સજા કાપી હતી. ત્યારબાદ અલ્હાબાદ હાઈ કોર્ટ(Allahabad High Court)એ ટ્રાયલ કોર્ટની સજા રદ કરીને દોષિતોને નિર્દોષ છોડી મૂક્યા હતા. આ પછી તે જેલમાંથી બહાર આવ્યો હતો, અને હવે તેની હત્યા થઈ ગઈ છે.
આ પણ વાંચો:ઓમાનના અખાતમાં અમેરિકાનો મોટો હુમલો: નાકાબંધી તોડતા કાર્ગો જહાજ પર બોમ્બમારો
આ પણ વાંચો:ધંધુકામાં જૂની અદાવતમાં નાના ભાઈની હત્યા! બોલેરોથી બુલેટને ટક્કર મારી 6 શખ્સોનો હુમલો
આ પણ વાંચો:ભાવનગરમાં બાળકોની રમતની અદાવતે લોહિયાળ ખેલ! યુવક પર છરી-પાઈપથી હુમલો, માથામાં ફ્રેક્ચર
