Congress Bharat Jodo Yatra: બેંગ્લોરની એક કોર્ટે કોંગ્રેસ પાર્ટી અને ભારત જોડો યાત્રાના ટ્વિટર એકાઉન્ટને અસ્થાયી રૂપે બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. કોપીરાઈટ ઉલ્લંઘન અંગે ‘KGF ચેપ્ટર 2’ ફેમ MRT મ્યુઝિક દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ કોર્ટે આ આદેશ આપ્યો હતો. કોંગ્રેસે ભારત જોડો યાત્રાને લગતો એક વીડિયો તૈયાર કર્યો હતો. મ્યુઝિક લેબલ દાવો કરે છે કે આ વીડિયો માટે તેમની ફિલ્મના ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે રાઇટ્સ તેમની પાસે છે.
બેંગ્લોરની એક કોમર્શિયલ કોર્ટે સોમવારે નિર્દેશ આપ્યો છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ અને તેની ચળવળ ભારત જોડો યાત્રાને અસ્થાયી રૂપે અવરોધિત કરવામાં આવે. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો મ્યુઝિક રેકોર્ડના ગેરકાયદેસર ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે, તો તે સંગીત લેબલને નુકસાન પહોંચાડશે અને વ્યાપક ચાંચિયાગીરીને પ્રોત્સાહન આપશે. કોર્ટે વધુમાં કહ્યું કે, “ફરિયાદીએ ખાસ કરીને સીડી બનાવી અને ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવાયેલા ગીતોના વર્ઝન સાથે ઓરિઝિનલ ગીત બતાવ્યું. કોર્ટ સમક્ષ તે પ્રાથમિક દ્રષ્ટિએ સ્થાપિત થયેલ છે કે જો તેને પ્રમોટ કરવામાં આવશે, તો વાદીને સિનેમેટોગ્રાફી, ફિલ્મો, ગીતો, મ્યુઝિક આલ્બમ્સ મેળવવાના વ્યવસાયમાં નુકસાન થશે.તેમજ ભવિષ્યમાં પણ ચાંચિયાગીરીને પ્રોત્સાહન આપવામાં આવશે.
કોંગ્રેસની પ્રતિક્રિયા
કોંગ્રેસ પાર્ટીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે ટ્વિટ કર્યું, ‘અમે સોશિયલ મીડિયા પર કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાના સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ બેંગ્લોર કોર્ટના આદેશ વિશે વાંચ્યું. અમને કોર્ટની કાર્યવાહી અને હાજરી વિશે જાણ કરવામાં આવી ન હતી. ઓર્ડરની કોઈ નકલ પ્રાપ્ત થઈ નથી. અમે મામલાના સમાધાન માટે કાનૂની માર્ગ અપનાવીશું.
We have read on social media about an adverse order from a Bengaluru court against INC & BJY SM handles.
We were neither made aware of nor present at court proceedings. No copy of the order has been received.
We are pursuing all the legal remedies at our disposal.
— Congress (@INCIndia) November 7, 2022
શું છે સમગ્ર મામલો
કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન કન્નડ ફિલ્મ ‘KGF 2’ ના સંગીતનો કથિત રીતે અનધિકૃત ઉપયોગ કરવા બદલ રાહુલ ગાંધી સહિત પાર્ટીના ત્રણ નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જયરામ રમેશ, સુપ્રિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડ હેઠળ FIR નોંધવામાં આવી હતી. ‘MRT મ્યુઝિક’નું સંચાલન કરતા એમ નવીન કુમાર દ્વારા ‘KGF-2’ના સંગીતના અનધિકૃત ઉપયોગ બદલ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે જયરામ રમેશે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર યાત્રાના બે વીડિયો પોસ્ટ કર્યા હતા, જેમાં ‘KGF-2’ના બે લોકપ્રિય ગીતોનો પરવાનગી વગર ઉપયોગ કરવામાં આવ્યો હતો.કુમારે આક્ષેપ કર્યો હતો કે આ વીડિયો ફરિયાદીની માલિકીના લોકપ્રિય સાઉન્ડ રેકોર્ડિંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા.તે સાઉન્ડ રેકોર્ડિંગ ‘KGF-2’ના હિન્દી વર્ઝનનો ભાગ છે.
આ પણ વાંચો: Karnataka/કોંગ્રેસી નેતાનું વિચિત્ર નિવેદન, કહ્યું – હિંદુ શબ્દનો અર્થ જાણીને મને શરમ આવે છે
