Karnataka/ કોંગ્રેસી નેતાનું વિચિત્ર નિવેદન, કહ્યું – હિંદુ શબ્દનો અર્થ જાણીને મને શરમ આવે છે

ભારત વિશે શું? આ તમારો હિંદુ કેવી રીતે બન્યો? આની ચર્ચા થવી જોઈએ. આ શબ્દ તમારો નથી. જો તમે તેનો અર્થ સમજો છો, તો તમને શરમ આવશે…

Top Stories India
Karnataka Congress

Karnataka Congress: કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ સતીશ જરકીહોલીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે હિંદુ એક ફારસી શબ્દ છે અને તેનો અર્થ ભયંકર અને ગંદો થાય છે. હિન્દુ શબ્દ ભારતનો જ નથી તે પર્શિયાથી આવ્યો છે. તેમણે કહ્યું કે હિંદુ શબ્દના અર્થથી તો શરમ આવવી જોઈએ. તેમણે કહ્યું કે, કેટલાક લોકો આ વિદેશી શબ્દ પર શા માટે અવાજ ઉઠાવી રહ્યા છે, તે સમજાતું નથી. સતીશ જરકીહોલીના વિવાદાસ્પદ નિવેદન બાદ હંગામો મચી ગયો છે.

તમે હિંદુ કેવી રીતે બન્યા?

સતીશ જરકીહોલીએ કહ્યું કે હિન્દુનો અર્થ ઘણો વિચિત્ર છે. તમે ક્યાંક ધર્મ લાવીને ચર્ચા કરો છો. હિન્દુ શબ્દ આપણા પર થોપવામાં આવી રહ્યો છે. હિંદુ શબ્દ ઈરાન અને ઈરાકમાંથી આવ્યો છે. હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો? આ ફારસી છે. ભારત વિશે શું? આ તમારો હિંદુ કેવી રીતે બન્યો? આની ચર્ચા થવી જોઈએ. આ શબ્દ તમારો નથી. જો તમે તેનો અર્થ સમજો છો, તો તમને શરમ આવશે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો આ વિદેશી શબ્દ પર શા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. જરકીહોલી રવિવારે બેલાગવી જિલ્લાના નિપ્પણી વિસ્તારમાં માનવ બંધુત્વ સંગઠનના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.

શિવરાજ પાટીલે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું

જરકીહોલીના આ ભાષણને લગતી એક વીડિયો ક્લિપ પણ સામે આવી છે, જે હાલ ખૂબ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન જરકીહોલીએ સ્પષ્ટતા કરી છે કે જરકીહોલી પરિવાર નિપ્પાની મતવિસ્તારમાં ચૂંટણી નહીં લડે. આ પહેલા કોંગ્રેસના નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલે પણ ગીતા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જેહાદ માત્ર કુરાનમાં નથી, ગીતામાં પણ જેહાદ છે, જીસસમાં પણ જેહાદ છે.

આ પણ વાંચો: Bihar/BJP નેતાની ગોળી મારીને હત્યા, ઘરમાં ઘૂસીને ઘટનાને આપ્યો અંજામ