કૃષિ આંદોલન/ ગાઝીપુર સરહદ પર આ રીતે ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યા ખેડૂત નેતા રાકેશ ટિકૈત, કહ્યું – કાયદો પાછો નહીં ખેંચાઇ તો હું આત્મહત્યા કરીશ

દિલ્હીનાં કાંઠે બે મહિનાથી કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતે ગુરુવારે કહ્યું છે કે, જો કાયદા પાછા નહીં ખેંચાય તો

Top Stories India
tikait ગાઝીપુર સરહદ પર આ રીતે ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યા ખેડૂત નેતા રાકેશ ટિકૈત, કહ્યું - કાયદો પાછો નહીં ખેંચાઇ તો હું આત્મહત્યા કરીશ

દિલ્હીનાં કાંઠે બે મહિનાથી કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતે ગુરુવારે કહ્યું છે કે, જો કાયદા પાછા નહીં ખેંચાય તો તે આત્મહત્યા કરી લેશે. ગાઝીપુર સરહદે ખેડુતોના આંદોલનને હટાવી દૂર કરવા તંત્ર દ્રારા તૈયારીઓ તીવ્ર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યના તમામ ડીએમ્સ અને એસએસપીને પણ તમામ આંદોલનોનો અંત લાવવા નિર્દેશ આપ્યો છે.

ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટીકૈતે મીડિયાને જણાવ્યું હતું કે અહીં અત્યાચાર થઈ રહ્યા છે, પરંતુ અમારું આંદોલન ચાલુ રહેશે. આ કાયદા પાછા ખેંચવામાં આવશે. જો આ કાયદા પાછા ખેંચવામાં નહીં આવે તો રાકેશ ટિકૈત આત્મહત્યા કરશે. તેમણે ગંભીર આક્ષેપો કર્યા હતા કે ખેડૂતોની હત્યા કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહીં તમામ લોકોને મારવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. ભાજપના ધારાસભ્યો 300 લોકો સાથે લાઠીઓ લઇને આવ્યા છે.

ટિકૈતે શરણાગતિ વિશે ચાલી રહેલી અટકળોનો અંત લાવ્યો અને કહ્યું કે તે આત્મસમર્પણ કરવા જઈ રહ્યો નથી. તેમણે વધુમાં કહ્યું કે, લાલ કિલ્લા પર ત્રિરંગો ઉપરાંત જે પણ ધ્વજ ફરવ્યો છે તેની સામે સુપ્રીમ કોર્ટે તપાસ કરવી જોઈએ. તેમણે કોર્ટમાંથી સમિતિની રચના કરવાની પણ માંગ કરી હતી. તેમણે કહ્યું કે લાલ કિલ્લા પર થયેલી હિંસામાં કોણ કોણ સામેલ હતું તેની અદાલતે તપાસ કરવી જોઈએ. કોલ વિગતો કાઢી અને તપાસ કરવી જોઈએ. ટિકૈત કહે છે કે, ત્રિરંગાનું અપમાન કરવાનું ક્યારેય સહન કરવામાં આવશે નહીં. આ ઉપરાંત ખેડૂત આગેવાન ગુરનમસિંહ ચધુનિ એમ પણ કહે છે કે, ખેડૂત આંદોલન બળપૂર્વક સમાપ્ત નહીં થાય. શ્વાસ જાય ત્યાં સુધી લડશે. અમારી પાસે હજી કોઈ યોજના નથી. હવે અમે એક બેઠક કરીશું. મને ખબર નથી કે સરકાર શું કાવતરું કરે છે.

પ્રજાસત્તાક દિન પર હિંસા બાદ ટીકરી સરહદ પોલીસે સુરક્ષા વધારી સરહદને ચુસ્તપણે વધારી દીધી છે. ખેડુતોના ધાડા પહેલા લગભગ 1 કિ.મી.ના અંતરે બેરીકેડ લગાવીને બેરીકેટને સંપૂર્ણપણે અવરોધિત કરવામાં આવ્યા છે. ટીકરી બોર્ડર મેટ્રો સ્ટેશન હેઠળ બેરીકેડિંગ કરવામાં આવ્યું છે. સામાન્ય લોકોને પણ આ મેટ્રો સ્ટેશનનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. ટિકારી બોર્ડર પર પોલીસ દળ ઉપરાંત અર્ધ સૈનિક દળના વધારાના સૈનિકો પણ ગત રાતથી જ તહેનાત કરાયા છે.

ક્રાઈમ બ્રાંચ હિંસા કેસની તપાસ કરશે
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચ પ્રજાસત્તાક દિનના દિવસે ખેડુતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા, આઇટીઓ અને અન્ય સાત સ્થળોએ હિંસા સંબંધિત કેસોની તપાસ કરશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે 26 જાન્યુઆરીએ થયેલી હિંસા સંદર્ભે અત્યાર સુધીમાં 33 એફઆઈઆર નોંધી છે. આ હિંસામાં 394 પોલીસ જવાન ઘાયલ થયા અને એક પ્રદર્શનકાર માર્યો ગયો છે. તેમણે કહ્યું કે 44 લોકો સામે લુકઆઉટ નોટિસ ફટકારી છે. 26 મી જાન્યુઆરીએ, ખેડૂત સંઘોની ટ્રેક્ટર પરેડ દરમિયાન વિરોધ કરી રહેલા ખેડૂતોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું, અને કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરી હતી. ઘણા વિરોધીઓ લાલ કિલ્લા પર પહોંચ્યા હતા અને ઉધમ મચાવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…