Himachal Pradesh/ હિમાચલના મુખ્યમંત્રીનો નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ લેશે,ધારાસભ્યોની બેઠકમાં પ્રસ્તાવ પાસ

હિમાચલ પ્રદેશ ભલે કોંગ્રેસે જીતી લીધું હોય, પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે તે મોટો પ્રશ્ન છે,તેના નિરકારણ માટે હાઇકમાન્ડ એલર્ટ છે.

Top Stories India
કોંગ્રેસે

હિમાચલ પ્રદેશ ભલે કોંગ્રેસે જીતી લીધું હોય, પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે તે મોટો પ્રશ્ન છે,તેના નિરકારણ માટે હાઇકમાન્ડ એલર્ટ છે.  મુખ્યમંત્રી પદ એક છે પરંતુ દાવેદારો ઘણા છે. હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહ તેમજ રાજ્યના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સુખવિંદર સિંહ સુખુએ મુખ્યમંત્રી પદ માટે દાવો રજૂ કર્યો છે. અંદરથી એવા પણ સમાચાર છે કે હાઈકમાન્ડ પ્રતિભા સિંહને સાંસદ પદ પરથી હટાવીને સીએમ બનાવવાના પક્ષમાં નથી. જોકે, પ્રતિભા સિંહનું કહેવું છે કે ધારાસભ્યોની બેઠકમાં સીએમના નામ પર નિર્ણય લેવામાં આવશે.

મુખ્યમંત્રીના ચહેરા માટે સુખુ અને પ્રતિમા સિંહ સિવાય અન્ય ઘણા નામ સામેલ કરવામાં આવ્યા છે. હિમાચલ વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા મુકેશ અગ્નિહોત્રી અને વિપક્ષના ઉપનેતા હર્ષવર્ધન ચૌહાણના નામો પણ સામે આવી રહ્યા છે, હાઈકમાન્ડ કોને કોને વરણી કરશે તેના પર સૌની નજર છે.

હિમાચલ પ્રદેશના વડા. હિમાચલના પ્રભારી રાજીવ શુક્લાનું કહેવું છે કે અમારા 80 ટકા ધારાસભ્યો શિમલા પહોંચી ગયા છે, બાકીના રસ્તામાં છે. ધારાસભ્યોને શિમલાના દૂર-દૂરના વિસ્તારોમાંથી આવવામાં સમય લાગી રહ્યો છે, તેથી જ બેઠકમાં વિલંબ થઈ રહ્યો છે. મીટિંગ સાંજે 6 વાગ્યાથી થોડી આગળ વધી શકે છે. સૂત્રોને ટાંકીને, સમાચાર એ પણ છે કે મીટિંગ રદ થઈ શકે છે. રાજ્યમાં દરેક ક્ષણે રાજકીય ગતિવિધિઓ બદલાઈ રહી છે.

હાઈકમાન્ડ હવે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે

ધારાસભ્યોની વાત હાઈકમાન્ડ સુધી પહોંચાડવા માટે કેન્દ્રીય નિરીક્ષકો તમામ ધારાસભ્યોને અલગ-અલગ મળીને તેમની પસંદગીઓ જાણવા માંગે છે. હિમાચલના સીએમ અંગે હાઈકમાન્ડ નિર્ણય લેશે હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી છે, પરંતુ મુખ્યમંત્રીના નામને લઈને ત્રણ ઉમેદવારો વચ્ચે હોબાળો ચાલી રહ્યો છે. હિમાચલની ચૂંટણીમાં સીએમના નામની જાહેરાત માટે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સીએમ અંગે હાઈકમાન્ડ નિર્ણય લેશે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ નેતા સુખવિંદર સિંહ સુખુ શિમલામાં રાજીવ ભવન પહોંચ્યા અને પાર્ટીમાં ચાલી રહેલા વિવાદને શાંત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું, હું સીએમનો ઉમેદવાર નથી. હું કોંગ્રેસ પક્ષનો શિસ્તબદ્ધ સૈનિક અને કાર્યકર અને ધારાસભ્ય છું. પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય આખરી રહેશે.

Supreme Court/70 વર્ષ પછી પણ આદિવાસી દીકરીઓને નથી મળ્યો સમાન અધિકાર, જાણો SCએ શા માટે

ગમખ્વાર અકસ્માત/ધંધુકા- બગોદરા રોડ નજીક હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત,12 જાનૈયાઓ