Political/ PM મોદીનાં જન્મદિવસ પર રેકોર્ડબ્રેક રસીકરણને રાહુલ ગાંધીએ ગણાવ્યું Event

આ ગ્રાફમાં, રસીકરણની ઝડપ બે કરોડથી નીચે આવીને એક કરોડ સુધી પહોંચી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું જેમા ‘Event ખતમ લખ્યું!’

Top Stories India
rahul ghandi 1 PM મોદીનાં જન્મદિવસ પર રેકોર્ડબ્રેક રસીકરણને રાહુલ ગાંધીએ ગણાવ્યું Event

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતમાં કોરોના રસીકરણનો ગ્રાફ શેર કરીને ભાજપને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. આપને જણાવીદઇએ કે, આ ગ્રાફમાં, રસીકરણની ઝડપ બે કરોડથી નીચે આવીને એક કરોડ સુધી પહોંચી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું જેમા ‘Event ખતમ લખ્યું!’

આ પણ વાંચો – Political / પંજાબ કોંગ્રેસમાં નવો વળાંક, અંબિકા સોનીએ પંજાબનાં CM બનવાની ઓફરનો કર્યો અસ્વીકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ પર દેશમાં 2.5 કરોડથી વધુ રસીઓ આપવામાં આવી હતી. આ અંગે રાહુલે શનિવારે કહ્યું કે, કોરોના રસીકરણ અભિયાન માટે સમાન ગતિની જરૂર છે અને એવી અપેક્ષા છે કે આગામી દિવસોમાં પણ દરરોજ રસીનાં બે કરોડથી વધુ ડોઝ આપવામાં આવશે. રાહુલ ગાંધીએ શનિવારે એક ટ્વિટમાં લખ્યું, ‘આશા કરુ છે કે આવતા દિવસોમાં પણ દરરોજ રસીનાં 2.1 કરોડ ડોઝ આપવામાં આવશે. આપણા દેશને આની જ જરૂર છે. આપને જણાવી દઈએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ નિમિત્તે શુક્રવારે ભારતે કોરોના રસીકરણ અભિયાન હેઠળ કોવિડ-19 રસીનાં 2.50 કરોડથી વધુ ડોઝ આપીને એક રેકોર્ડ બનાવ્યો છે. જોકે, આ રેકોર્ડ બીજા દિવસે જળવાયો ન હતો. 18 સપ્ટેમ્બરે માત્ર 85 લાખ લોકોને રસી આપવામાં આવી હતી. 11:59 વાગ્યે કોવિન એપ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, શનિવારે માત્ર 85.2 લાખથી વધુ કોરોના રસી ડોઝ આપવામાં આવ્યા હતા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કોવિન એપ પર ઉપલબ્ધ આ ગ્રાફ દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

આ પણ વાંચો – ફ્લોરિડા / SpaceX એ રચ્યો ઈતિહાસ, અવકાશની યાત્રા કરી પરત ફર્યા 4 સામાન્ય નાગરિક, Video

રાહુલે ટ્વિટર પર છેલ્લા 10 દિવસો દરમિયાન ‘કોવિન’ પર ઉપલબ્ધ રસીકરણની સંખ્યા સંબંધિત ગ્રાફ શેર કર્યો છે. તે દર્શાવે છે કે 17 સપ્ટેમ્બરે રેકોર્ડ સંખ્યામાં રસી ડોઝ આપવામાં આવી હતી, પરંતુ અન્ય દિવસોમાં આ આંકડો પ્રમાણમાં ઓછો હતો. સરકાર પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે હવે કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો છે.