નિર્ણય/ રાજય સરકારનો મહત્વનો નિર્ણય, ગુજરાતના દરેક જિલ્લામાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનશે

ગુજરાતના દરેક જિલ્લામાં  વિધા સમીક્ષા કેન્દ્ર બનશે,આ કેન્દ્ર ગાંધીનગરમાં સમીક્ષા તર્જ પર દરેક જિલ્લામાં બનાવવામાં આવશે

Top Stories Gujarat
5 8 રાજય સરકારનો મહત્વનો નિર્ણય, ગુજરાતના દરેક જિલ્લામાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનશે
  • રાજ્યના શિક્ષણ અંગે મોટા સમાચાર
  • રાજ્યના દરેક જીલ્લામાં બનશે વિદ્યા સમીક્ષા કેન્દ્ર
  • ગાંધીનગર સ્થિત સમીક્ષા કેન્દ્રની તર્જ પર જીલ્લામાં બનશે કેન્દ્ર
  • હવે શિક્ષકોની નિયમિત હાજરી અંગે રખાશે નજર
  • વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી નોંધવામાં આવશે
  • AI ટેકનોલોજીના ઉપયોગથી શાળા અને શિક્ષણના ડેટા એકત્ર થશે
  • દર વર્ષે લગભગ 500 કરોડથી વધુ ડેટા એકત્ર થશે
  • આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડેટાનો અભ્યાસ કરાશે

ગુજરાત સરકારે પ્રજાલક્ષી અને વિકાસના કાર્યો હાથ ધર્યા છે. રાજયમાં શિક્ષણને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના દરેક જિલ્લામાં  વિધા સમીક્ષા કેન્દ્ર બનશે,આ કેન્દ્ર ગાંધીનગરમાં સમીક્ષા તર્જ પર દરેક જિલ્લામાં બનાવવામાં આવશે. આ નિર્ણયથી શિક્ષકો પર ચાંપતી નજર રખાશે એટલે કે તેમની નિયમિત હાજરી પર નજર રખાશે. વિધાર્થી અને શિક્ષકોની ઓનલાઇન હાજરી નોંધવામાં આવશે. એઆઇ ટેકનોલોજીના ઉપયોગથી શાળા અને શિક્ષણના ડેટા એકત્ર કરી શકાશે. આ સિસ્ટમથી દર વર્ષે 500 કરોડથી વધુ ડેટા કલેકટ કરી શકાશે. આ ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડેટાનો અભ્યાસ પણ કરી શકાશે.