Not Set/ ડાયમંડ સિટી સુરતની ઝળકાટ ઝાંખી, મનપા આર્થિક રીતે વેન્ટીલેટર પર…

કોરોનાનાં કહેરે ગુજરાતનાં પ્રાઇડ સમા ડાયમંડ સિટી સુરતની ઝળકાટ ઝાંખી કરી નાખી હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, કોરોના કાળમાં સુરતની દશા ફકિરી સુધી પહોંચી ગઇ છે. સુરત મનપા હાલ આર્થિક રીતે વેન્ટીલેટર પરથી માંડ માંડ ઓક્સિજન લઇ શ્વાસ લઇ રહ્યુ હોય તેવુ સામે આવી રહ્યું છે. સામે આવતી વિગતો મુજબ સુરત મનપાએ […]

Gujarat Surat
96afca29be0899f2d1dc7f49b72e3317 ડાયમંડ સિટી સુરતની ઝળકાટ ઝાંખી, મનપા આર્થિક રીતે વેન્ટીલેટર પર...

કોરોનાનાં કહેરે ગુજરાતનાં પ્રાઇડ સમા ડાયમંડ સિટી સુરતની ઝળકાટ ઝાંખી કરી નાખી હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, કોરોના કાળમાં સુરતની દશા ફકિરી સુધી પહોંચી ગઇ છે. સુરત મનપા હાલ આર્થિક રીતે વેન્ટીલેટર પરથી માંડ માંડ ઓક્સિજન લઇ શ્વાસ લઇ રહ્યુ હોય તેવુ સામે આવી રહ્યું છે. સામે આવતી વિગતો મુજબ સુરત મનપાએ કોવિડ-19માં 37 કરોડનો ખર્ચ કર્યો છે. સુરતમાં હાલની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે તો આ ખર્ચ આગામી ડિસેમ્બર સુધી 171 કરોડ થવાનો અંદાજ છે. 

કોવિડ-19 કે કોરોના સામેની લડત લડવા અને સાપ્રાંત પરિસ્થિતિમાં લડત તેજ કરવા માટે સુરત મનપા દ્વારા ગુજરાત સરકાર પાસે સહાય મંગાઇ છે. સુરત મનપાએ રાજ્ય સરકાર પાસે 128 કરોડની સહાય માંગી હોવીની વિગતો સામે આવી રહી છે. હાલ મનપાની તિજોરી તળીયા ઝાટક છે અને નાણાંની અછત અનુભવાઇ રહી છે. કોરોનાનાં કારણે સુરત મનપાની  મોટાભાગની આવક હાલ બંધ છે. પાછલા લાંબા સમયથી મનપાની આવક બંધ થતા આર્થિક સ્થિતિ કથળી હોવાની પુષ્ટી થઇ રહી છે. બસ આજ કારણે સરકારને પત્ર લખી મનપા કમિશનરે ગ્રાન્ટ માંગી હોવાની વિગતો વિદિત છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews