Not Set/ હાર્દિક પટેલની અટકાયત થતાં સુરત, પાટણ અને બનાસકાંઠામાં પાટીદારોનો હોબાળો

  પોલીસે હાર્દિક પટેલની તેના નિવાસ સ્થાન પર જ અટકાયત કરી છે. જેની પ્રતિક્રિયા રૂપે સુરતમાં પાટીદાર કાર્યકરો હાર્દિકને છોડાવવા માટે રસ્તાઓ પર આવી ગયા છે અને પોલીસ વિરુદ્ધ હોબાળો મચાવ્યો છે. હાર્દિક પટેલને છોડાવવા માટે પાટીદાર કાર્યકરો સુરતની મીની બજાર ખાતે ધરણા પર બેસી ગયા છે. પ્રતિક્રિયા રૂપે પાટીદાર કાર્યકરોએ કચરાનું ટેન્કર રસ્તા વચ્ચે […]

Top Stories Gujarat Surat Others
foiuoisuoiudoiuodsufoudsoudsuodsiuosu હાર્દિક પટેલની અટકાયત થતાં સુરત, પાટણ અને બનાસકાંઠામાં પાટીદારોનો હોબાળો

 

પોલીસે હાર્દિક પટેલની તેના નિવાસ સ્થાન પર જ અટકાયત કરી છે. જેની પ્રતિક્રિયા રૂપે સુરતમાં પાટીદાર કાર્યકરો હાર્દિકને છોડાવવા માટે રસ્તાઓ પર આવી ગયા છે અને પોલીસ વિરુદ્ધ હોબાળો મચાવ્યો છે. હાર્દિક પટેલને છોડાવવા માટે પાટીદાર કાર્યકરો સુરતની મીની બજાર ખાતે ધરણા પર બેસી ગયા છે.

પ્રતિક્રિયા રૂપે પાટીદાર કાર્યકરોએ કચરાનું ટેન્કર રસ્તા વચ્ચે મૂકી રસ્તો બંધ કરવાનો પ્રયાસ કરો હતો. જો કે આંદોલનકારીઓએ રસ્તા પર પથ્થરો પણ ફેંક્યા હતા. આંદોલનકારીઓએ એસટી બસોને પર પ્રહાર કર્યો હતો અને બસો રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેથી એસટી વિભાગે બસોને સુરતમાં કડોદરા રૂટ પર ડાયવર્ટ કરી છે. પોલીસે પણ હાલતને કાબુમાં લાવવા માટે પોલીસે લોકો પર હલકો લાઠીચાર્જ પણ કર્યો હતો અને 20 થી વધુ લોકોની અટકાયત પણ કરી છે.

પાટણમાં પણ હાર્દિક પટેલની અટકાયત થવા પર લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને પાટણ નવજીવન રસ્તા પર બસો અટકાવી હતી. બસો અટકાવવાના કારણે રસ્તા પર ચક્કાજામ થયો હતો અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ટ્રાફિકની સમસ્યા સર્જાતા રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈનો થઇ ગઈ હતી. પાટણની ઘટનામાં પોલીસે 5 લોકોની અટકાયત કરી છે.

બનાસકાંઠામાં પણ હાર્દિક પટેલની ઘરપકડનો પડઘો પડ્યો છે. હાલ પાટીદાર કાર્યકરોનો જિલ્લા કલેકટર કચેરીએ જમાવડો થયો છે. ત્યાં પાસના કાર્યકારો “જય સરદાર-હાર્દિકને મુક્ત કરો” નાં નારા લગાવી રહ્યા છે. સ્થિતિને પહોંચી વળવા કલેકટર કચેરી નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.