Crime/ રાજકોટમાં વ્યાજખોરોએ ઉઘરાણી ના મળતા 14 વર્ષીય તરુણી પર આચર્યું દુષ્કમ

રાજકોટ શહેરમાં વ્યાજખોરો વસૂલી ના મળતા તરુણીઓને શિકાર બનાવી રહ્યા છે. વ્યાજખોરો ઉઘરાણીના નામે દુષ્કર્મ જેવી ઘટનાને અંજામ આપી રહ્યા છે.

Top Stories Rajkot Gujarat
YouTube Thumbnail 8 1 રાજકોટમાં વ્યાજખોરોએ ઉઘરાણી ના મળતા 14 વર્ષીય તરુણી પર આચર્યું દુષ્કમ

રાજકોટમાં વ્યાજખોરોએ હદ વટાવી. ઉઘરાણીના મળતા 14 વર્ષીય તરુણીને શિકાર બનાવતા દુષ્કર્મ આચર્યું. આ મામલે પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી. તરુણી પર દુષ્કર્મ મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી. જ્યારે અન્ય વ્યક્તિઓની શોધ કરી રહી છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરમાં વ્યાજખોરો વસૂલી ના મળતા તરુણીઓને શિકાર બનાવી રહ્યા છે. વ્યાજખોરો ઉઘરાણીના નામે દુષ્કર્મ જેવી ઘટનાને અંજામ આપી રહ્યા છે. વ્યાજખોરોએ ઉઘરાણી ના મળતા એક 14 વર્ષની તરુણી પર બે-બે વખત દુષ્કર્મ આચર્યું. શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દુષ્કર્મ મામલે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી. અગાઉ પણ આ વ્યાજખોરો ઉઘરાણીના નામે યુવતીઓને હેરાન કર્યાની ફરિયાદ ઉઠી હતી. આ વ્યાજખોરોએ પહેલા પણ 17 વર્ષની યુવતીની છેડતી કરવા ઉપરાંત પરિવારના સભ્યનું અપહરણ કર્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચમાં નોંધવામાં આવેલ ફરિયાદ મુજબ રાજકોટમાં વ્યાજખોરોએ એક પરિવારને જરૂરિયાત ઉદભવતા આર્થિક મદદ કરી હતી. જો કે કહેવાતી મદદ બાદ વ્યાજખોરો દ્વારા ટૂંક સમયમાં કડક ઉઘરાણી કરવામાં આવી. પરંતુ પરિવાર તે રકમ ચૂકવી ના શકતા તેમને ધમકી આપવામાં આવી. તાજેતરમાં વ્યાજખોરો આ પરિવાર પાસે લાખ રૂપિયાની ઉઘરાણી કરવા ગયા હતા. પરંતુ ઉઘરાણીની રકમ ચૂકવી ના શકતા પરિવારની 14 વર્ષની દિકરી પર બે-બે વખત દુષ્કર્મ આચર્યું. અગાઉ પણ વ્યાજખોરોએ આ જ પરિવારની 17 વર્ષની દિકરીને હેરાનગતિ કરી હતી.

વ્યાજખોરો ઉઘરાણીના રૂપિયા લેવા આ પરિવારના ઘરે જતા હતા ત્યારે 17 વર્ષીય દિકરીની છેડતી કરી હતી. વધુ પડતી હેરાનગતિ કરતા 17 વર્ષીય યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના બાદ પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ વ્યાજખોરો દ્વારા પરિવારને ફરિયાદ પાછી લેવા ધમકી પણ આપવામાં આવી અને પરિવારના 4 સભ્યેનું અપહરણ પણ કર્યું હતું. આ ફરિયાદનો ખાર રાખી વ્યાજખોરો પરિવાર પાસે ખોટા વધારાના રૂપિયાની ઉઘરાણી કરવાના બહારને ઘરે ગયા અને 14 વર્ષની તરુણીને શિકાર બનાવતા બે-બે વખત દુષ્કર્મ આચર્યું. પોલીસે આ ઘટનામાં હકુભા ખીયાની તેની પત્ની ખતુબેન, પુત્ર એઝાદ, પુત્રવધૂ સોનીબેન એઝાદ ખિયાની અને અન્ય એક અજાણ્યા શખ્સ સહિત કુલ પાંચ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તરુણી પર દુષ્કર્મ ઘટનામાં મહિલા પોતે સામેલ છે જે વધુ ભયાનક બાબત કહી શકાય.