Political/ શરદ પવારે INDIAની બેઠક પહેલા આ મહિલાને સોંપી મોટી જવાબદારી

આગામી લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ની બેઠક મુંબઈમાં યોજાવા જઈ રહી છે. આ અંગે મંગળવારે હયાત હોટલ ખાતે બેઠક યોજાઈ હતી.

Top Stories India
8 3 5 શરદ પવારે INDIAની બેઠક પહેલા આ મહિલાને સોંપી મોટી જવાબદારી

આગામી લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ની બેઠક મુંબઈમાં યોજાવા જઈ રહી છે. આ અંગે મંગળવારે હયાત હોટલ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારની સાથે ઉદ્ધવ ઠાકરે, નાના પટોલે, સંજય રાઉત, રાઘવ ચઢ્ઢા સહિત અન્ય વિપક્ષી નેતાઓ હાજર હતા. ઉદ્ધવ અને શરદ પવારે બેઠકમાં તૈયારીઓની સમીક્ષા કરી હતી.

એનસીપી નેતાએ બેઠક બાદ મોટો નિર્ણય લીધો છે. તેમણે મહિલા પ્રદેશ અધ્યક્ષ પદ પર રોહિણી ખડસેને સ્થાન આપ્યું છે. વિદ્યા ચવ્હાણની જગ્યાએ રોહિણીને તક આપવામાં આવી છે. બીજી તરફ તાજેતરમાં જ પાર્ટીમાં જોડાયેલા બબનરાવ ગીતેને પ્રદેશ ઉપાધ્યક્ષના પદ પર બઢતી આપવામાં આવી છે.

કોણ છે રોહિણી ખડસે?
રોહિણી ખડસે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એકનાથ ખડસેની પુત્રી છે. તેણે કાયદાનો અભ્યાસ કર્યો છે. રોહિણીએ LLB, LLM સુધીનો અભ્યાસ કર્યો છે. ખાસ વાત એ છે કે ભાજપે 2019માં એકનાથ ખડસેની ઉમેદવારી નકારી કાઢી હતી. ત્યારબાદ પાર્ટીએ ઉત્તર મહારાષ્ટ્રની મુક્તાઈનગર વિધાનસભા બેઠક પરથી રોહિણીને ટિકિટ આપી. જો કે, તેણી ચૂંટણીમાં ઓછા અંતરથી હાર્યા હતા. આ પછી જ્યારે એકનાથ ખડસે એનસીપીમાં જોડાયા તો રોહિણી ખડસે પણ પાર્ટીમાં જોડાઈ ગયા.