Not Set/ ડ્રાઇવિંગ લાયસન્સ/ હવે અભણ પણ કઢાવી શકશે, સરકારે કર્યા નિયમોમાં ફેરફાર

ગુજરાત સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સને લઇને મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારનાં વાહન વ્યાવહાર કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા સ્પેશિયલ નોટિફીકેશન મારફતે ટ્રાન્સપોર્ટ વાહનચાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વાહન ચાલકનાં ડ્રાઇવિંગ લાઇસન્સનાં નિયમોને હળવા કર્યા છે અને પૂર્વે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે ઘોરણ – 8 પાસ ફરજીયાત હતું […]

Top Stories Gujarat
driving license gujarat ડ્રાઇવિંગ લાયસન્સ/ હવે અભણ પણ કઢાવી શકશે, સરકારે કર્યા નિયમોમાં ફેરફાર

ગુજરાત સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સને લઇને મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારનાં વાહન વ્યાવહાર કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા સ્પેશિયલ નોટિફીકેશન મારફતે ટ્રાન્સપોર્ટ વાહનચાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વાહન ચાલકનાં ડ્રાઇવિંગ લાઇસન્સનાં નિયમોને હળવા કર્યા છે અને પૂર્વે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે ઘોરણ – 8 પાસ ફરજીયાત હતું તે નિયમને રદ કરી દેવામાં આવ્યો છે. ધો.8 પાસ જ લાયસન્સ મેળવી શકશે તે નિયમ રદ્દ કરવામાં આવતા હવે  કોઈ પણ વ્યક્તિ અન્ય શરતોને આધિન વાહનનું લાયસન્સ મેળવી શક્શે.

WhatsApp Image 2019 10 16 at 7.29.09 PM ડ્રાઇવિંગ લાયસન્સ/ હવે અભણ પણ કઢાવી શકશે, સરકારે કર્યા નિયમોમાં ફેરફાર

આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકાર દ્વારા ઉપરોક્ત નિયમ રદ કરવામાં આવતા રાજ્ય સરકાર દ્રારા તેના અનુસરણનાં ભાગ રૂપે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિયમ તમામ પ્રકારનાં ટ્રાન્સપોર્ટ વાહનનાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે લાગુ પડશે. આપને જણાવી દઇએ કે વ્યક્તિ કે માલ સામનની હેરાફેરી કરતા તમામ વાહનો જેવા કે રીક્ષા, ટ્રક અને બસ કે લોડર સહિતના વાહનોનો ટ્રાન્સપોર્ટ વાહનમાં સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.