Not Set/ અર્થતંત્ર/ સિતારમણે કર્યા ડૉ. સિંહ અને રાજન પર આકરા પ્રહાર, ભર્યો આવો ચીંટિયો

નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થશાસ્ત્રી અને આરબીઆઇનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર આર્થિક સ્થિતીને લઈ આકરા પ્રહાર કર્યા હતા. ડો. મનમોહનસિંહ, રઘુરામ રાજન સહિતનાં અનેક અર્થકારણ ક્ષેત્રનાં મહાનુભવો દ્વારા દેશની હાલની આર્થિક સ્થિતિ મામલે મોદી સરકાર અને નાણાંંમંત્રીની વારંવાર ટીકા કરવામા આવી રહી છે. ત્યારે ટીકાથી વ્યથિત નાણાં મંત્રીએ ડૉ. સિંહ […]

Top Stories
pjimage 1 3 અર્થતંત્ર/ સિતારમણે કર્યા ડૉ. સિંહ અને રાજન પર આકરા પ્રહાર, ભર્યો આવો ચીંટિયો

નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થશાસ્ત્રી અને આરબીઆઇનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર આર્થિક સ્થિતીને લઈ આકરા પ્રહાર કર્યા હતા. ડો. મનમોહનસિંહ, રઘુરામ રાજન સહિતનાં અનેક અર્થકારણ ક્ષેત્રનાં મહાનુભવો દ્વારા દેશની હાલની આર્થિક સ્થિતિ મામલે મોદી સરકાર અને નાણાંંમંત્રીની વારંવાર ટીકા કરવામા આવી રહી છે. ત્યારે ટીકાથી વ્યથિત નાણાં મંત્રીએ ડૉ. સિંહ અને રાજનને જોરદાર ચીંટિયો ભર્યો હતો.

rajan singh અર્થતંત્ર/ સિતારમણે કર્યા ડૉ. સિંહ અને રાજન પર આકરા પ્રહાર, ભર્યો આવો ચીંટિયો

નિર્મલા સીતારમણે કહ્યું હતું કે RBI ગવર્નર રઘુરામ રાજનનાં સમયગાળા દરમિયાન સરકારી બેંકોની બદતર હાલત થઇ ગઇ હતી. તે ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે, રઘુરામ રાજનના સમયમાં માત્ર એક ફોન કોલ પર લોન આપી દેવામાં આવતી હતી.

sitaraman rajan અર્થતંત્ર/ સિતારમણે કર્યા ડૉ. સિંહ અને રાજન પર આકરા પ્રહાર, ભર્યો આવો ચીંટિયો

આપને જણાવી દઈએ કે ટૂંક સમય પહેલા જ મનમોહન સિંહ અને રઘુરામ રાજને કેન્દ્રની મોદી સરકારની આર્થિક નીતિઓની આલોચના કરી હતી. રઘુરામ રાજને સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે સરકારના દૃષ્ટિકોણમાં અનિશ્વિતતા છે, જેના કારણે દેશની અર્થવ્યવસ્થામાં સુસ્તી જોવા મળી રહી છે. અને અર્થવ્યાવસ્તાની હાલત વધુ ખરાબ થવાનો પણ ભય જતાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.