સુરત/ ઉમરામાં હનીટ્રેપ મામલે ડુપ્લિકેટ પોલીસની ધરપકડ

સુરતના એક વ્યક્તિ સોશિયલ મીડિયા થતી એક યુવતીના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ આ યુવતીએ ફરિયાદીને વેસુ વીઆઈપી રોડ પર આવેલી એટલાન્ટિસ હોટલમાં મળવા બોલાવ્યો હતો.

Top Stories Gujarat Surat
હનીટ્રેપ

સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક હનીટ્રેપનો ગુનો નોંધાયો છે. હનીટ્રેપ મામલે પોલીસે ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી છે. ફરિયાદીને આરોપીએ પોતાની પોલીસ તરીકેની આપી દુષ્કર્મના કેસમાં જેલમાં પુરાવી દેવાની ધમકી આપી બે વખત દોડ દોડ લાખ રૂપિયા પડાવ્યા હતા. ફરિયાદીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા દેવ પટેલ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે.

ઉમરા પો.સ્ટે.માં હનીટ્રેપની ફરિયાદ

સુરતના એક વ્યક્તિ સોશિયલ મીડિયા થતી એક યુવતીના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ આ યુવતીએ ફરિયાદીને વેસુ વીઆઈપી રોડ પર આવેલી એટલાન્ટિસ હોટલમાં મળવા બોલાવ્યો હતો. ત્યારે ફરિયાદી હોટલમાં યુવતીને મળવા ગયા હતા તે સમયે દેવ પટેલ નામનો એક વ્યક્તિ હોટલના રૂમમાં આવી ગયો અને પોતાની ઓળખ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી તરીકે આપી હતી.

દેવ પટેલે ફરિયાદીને પોતાની ઓળખ પોલીસ તરીકેની આપ્યા બાદ દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ કેસમાંથી છુટકારો મેળવવા માટે અને કેસ રફે દફે કરવા માટે 25 માર્ચના રોજ દેવ પટેલે ફરિયાદીને ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ એસએમસી ની પાર્ટી પ્લોટની જગ્યામાં બોલાવ્યો હતો અને ત્રણ લાખ રૂપિયાની માગણી કરી હતી.

ત્યારબાદ ફરિયાદીએ 25 માર્ચ અને 27 માર્ચે દેવ પટેલને દોઢ દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. આમ દેવ પટેલે ત્રણ લાખ રૂપિયાનો તોડ કર્યો હતો અને છતાં પણ તે ફરિયાદીને ધમકાવતો હતો. તેથી આ સમગ્ર મામલે ફરિયાદી દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ઉમરા પોલીસે દેવ પટેલ સામે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે દેવ પટેલ ફરિયાદી પાસેથી સાત લાખ રૂપિયાની રકમની માગણી કરતો હતો જેની સામે ફરિયાદીએ ત્રણ લાખ રૂપિયાની રકમ આરોપીને ચૂકવી દીધી હતી હાલ તો પોલીસે દેવ પટેલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ 

આ પણ વાંચો:રાજ્યમાં આગામી ત્રણ માસમાં વધુ ૧૨૭ ફરતાં પશુ દવાખાના કાર્યરત કરાશે

આ પણ વાંચો:જાણો, ગુજરાતમાં ક્યાં બનાવવામાં આવ્યું વિશ્વનો સૌથી મોટો વડાપાવ, આટલા કિલોગ્રામ છે વજન

આ પણ વાંચો:અમદાવાદમાં આઇપીએલ પ્રેક્ષકો માટે મેટ્રો રાત્રે દોઢ વાગ્યા સુધી દોડશે

આ પણ વાંચો:અમદાવાદમાં ઇસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરીડોર બનશે