Not Set/ ટ્રમ્પને મળવા કિમ જોંગ ઉત્સુક,મીટીંગ માટે લખ્યો પત્ર

વોશીંગ્ટન સોમવારે વ્હાઈટ હાઉસ દ્વારા સમાચાર મળ્યા છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના આગળ પડતા નેતા કિમ જોંગ ઉન એક વાર ફરીથી મળી શકે તેવી સંભાવના છે.હાલ બંને નેતા વચ્ચે પત્રથી વાતચીત થઇ રહી છે. વ્હાઈટ હાઉસની પ્રવક્તા સારાએ પત્રકારોને જણાવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને કિમ જોંગ તરફથી એક ચિઠ્ઠી મળી છે. […]

Top Stories World Trending
donald trump kim jong un summit 1 ટ્રમ્પને મળવા કિમ જોંગ ઉત્સુક,મીટીંગ માટે લખ્યો પત્ર

વોશીંગ્ટન

સોમવારે વ્હાઈટ હાઉસ દ્વારા સમાચાર મળ્યા છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના આગળ પડતા નેતા કિમ જોંગ ઉન એક વાર ફરીથી મળી શકે તેવી સંભાવના છે.હાલ બંને નેતા વચ્ચે પત્રથી વાતચીત થઇ રહી છે.

વ્હાઈટ હાઉસની પ્રવક્તા સારાએ પત્રકારોને જણાવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને કિમ જોંગ તરફથી એક ચિઠ્ઠી મળી છે. આ ચિઠ્ઠીમાં બંને નેતાએ એકબીજાને ફરીથી મળવાની ઈચ્છા બતાવી છે.વ્હાઇટ હાઉસનું કહેવું છે  કિમ જોંગ તરફથી ઉષ્માભર્યો સકરાત્મક પત્ર મળ્યો છે.

વ્હાઈટ હાઉસનું કહેવું છે કે જો  ઉત્તર કોરિયાને  દ્વિપક્ષીય સંબંધને સામાન્ય રાખવા છે તો પરમાણુ નિઃ શસ્ત્રીકરણ તરફ કદમ આગળ વધારવા પડશે. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સલાહકાર જોન બોલ્ટને એક ભાષણમાં કહ્યું હતું કે બંને નેતા વચ્ચે વધુ એક બેઠકની સંભાવના છે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અમે જે વસ્તુની રાહ જોઈ રહ્યા છે તે છે ઉત્તર કોરિયાનું  નિઃ શસ્ત્રીકરણ તરફ આગળ વધવું.

પરંતુ ટ્રમ્પે તેમના સેક્રેટરી મૈક પોમ્પીયોને કહીને આ મુલાકાતને કેન્સલ કરવા કહ્યું હતું. પ્યોન્ગ્યંગમાં થનારી આ મીટીંગને એટલા માટે કેન્સલ રાખવામાં આવી કેમ કે  હજુ પણ ઉત્તર કોરીયાએ સંપૂર્ણપણે પરમાણુ શસ્ત્રોનો નાશ નથી કર્યો.

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ઉત્તર કોરિયાના  ૭૦માં  સ્થાપના દિવસ પર સૈન્યની પરેડનું આયોજન કરવામાં આવ્યું  હતું. આ પરેડમાં પરમાણુ શસ્ત્રોની ગેરહાજરી જોવા મળી હતી.

ટ્રમ્પે ટ્વીત કરીને લખ્યું હતું કે ઉત્તર કોરિયાએ દેશના ૭૦માં  સ્થાપના દિવસની ઉજવણીમાં પરેડનું આયોજન કર્યું હતું અને તેમાં પરમાણુ મિસાઈલ નાતી દેખાઈ રહી. આ એક ખુશીની વાત છે.

૧૨ જુનના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે થનારી મીટીંગ એક ઐતિહાસિક મુલાકાત બની ગઈ હતી જેમાં બંને નેતાએ પોઝીટીવ વલણ દેખાડ્યું હતું.