Not Set/ #Diwali : કેદારનાથમાં દિવાળીનો તહેવાર મનાવશે પીએમ મોદી !

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીનની પવિત્ર તહેવાર ક્યાં મનાવશે તેને લઈ અનેક સવાલો સામે આવી રહ્યા છે, ત્યારે હવે માહિતી સામે આવી છે કે, પીએમ મોદી દિવાળીનો તહેવાર ચારધામમાના એક એવા પવિત્ર ધામ કેદારનાથમાં મનાવશે. જો કે પીએમ મોદીનું કેદારનાથમાં દિવાળી મનાવવાને લઈ સામે આવી રહેલી આ માહિતી કમ્ફર્મ નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો, તેઓ […]

Top Stories India Trending
2017 5largeimg03 May 2017 152129033 #Diwali : કેદારનાથમાં દિવાળીનો તહેવાર મનાવશે પીએમ મોદી !

નવી દિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીનની પવિત્ર તહેવાર ક્યાં મનાવશે તેને લઈ અનેક સવાલો સામે આવી રહ્યા છે, ત્યારે હવે માહિતી સામે આવી છે કે, પીએમ મોદી દિવાળીનો તહેવાર ચારધામમાના એક એવા પવિત્ર ધામ કેદારનાથમાં મનાવશે.

જો કે પીએમ મોદીનું કેદારનાથમાં દિવાળી મનાવવાને લઈ સામે આવી રહેલી આ માહિતી કમ્ફર્મ નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો, તેઓ દિવાળીના એક દિવસ પહેલા એટલે કે ૬ નવેમ્બરના રોજ કેદારનાથની યાત્રા પર જશે અને આ માટે તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથની યાત્રા પર જાય છે તો તેઓની આ ત્રીજી યાત્રા હશે.

ઉત્તરાખંડ સ્થિત કેદારનાથમાં અંદાજે ૪૦૦ મીટર ઉંચી મેડીટેશન કેવ સહિત હિમાલયની ઘણી નવી જગ્યાઓના દર્શન કરવા માટે આવેલા પીએમ મોદીનું સ્વાગત કરશે.

રુદ્રપ્રયાગના જિલ્લાઅધિકારીઓ મંગેશ ધિલ્ડિયાલે કહ્યું હતું કે, “આ પવિત્ર ધામમાં અંદાજે ૪૦૦ મીટર ઉંચા સ્થાન પર બનેલી ધ્યાન ગુફા શ્રદ્ધાળુઓ માટે એક વધારાનું આકર્ષણનું કેન્દ્ર હશે, જે પીએમ મોદીના પ્રવાસ બાદ પ્રદર્શિત કરવામાં આવશે.

શું છે મેડિટેશન ગુફા ?

પાંચ મીટર લાંબી અને ત્રણ મીટર પહોળી આ ગુફામાં એક સમયમાં ૧ વ્યક્તિ માટે ધ્યાનમગ્ન થવાની જરૂરી જગ્યા છે.

જિલ્લાઅધિકારીએ જણાવ્યું હતું કે, આ ગુફાને પ્રાકૃતિક વાતાવરણમાં તૈયાર કરવામાં આવી છે, પરંતુ ગુફા ટેલિફોન, પાણી, વીજળી અને ટોઇલેટ સહિતની સુવિધાઓથી સંપન્ન છે.