કચ્છ/ અદાણી પોર્ટ દ્વારા અફઘાનીસ્તાન, ઈરાન અને પાકિસ્તાનથી આવતા-જતા કાર્ગો પર લગાવેલ પ્રતિબંધ ખેંચ્યા પાછા..

ઇમ્પોટર, એક્સપોર્ટરે અને મુન્દ્રા કસ્ટમ બ્રોકર એસોસિયેશન તેમજ મુન્દ્રા કસ્ટમ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે આવો કોઈ અધિકાર મુન્દ્રા પોર્ટ પાસે નથી કે કોઈ દેશના કાર્ગો પર પ્રતિબંધ લગાવી શકે

Top Stories Gujarat Others
બિપિન રાવત 2 અદાણી પોર્ટ દ્વારા અફઘાનીસ્તાન, ઈરાન અને પાકિસ્તાનથી આવતા-જતા કાર્ગો પર લગાવેલ પ્રતિબંધ ખેંચ્યા પાછા..

અફઘનિસ્તાન થી વાયા ઈરાન થઈ ને આવેલા ચકચારી ડ્રગ્સ કાંડ બાદ, અદાણી પોર્ટનું નામ ઉછળયુ  હતું અને વિવિધ સવાલો અદાણી પોર્ટે પર ઊભા થયા બાદ 11 ઓક્ટોબરે અદાણી પોર્ટ દ્વારા એક ટ્રેડ એડવાઇજરી બહાર પાડી ને 15 નવેમ્બર 2021 થી ઉપરોક્ત ત્રણે દેશો પરથી આવતા તેમજ જતા કન્ટેનરાઈસ કાર્ગો ને હેન્ડલ નહિ કરવામાં આવે તેવું જણાવ્યું હતું.

તે બાદ ઇમ્પોટર, એક્સપોર્ટરે અને મુન્દ્રા કસ્ટમ બ્રોકર એસોસિયેશન તેમજ મુન્દ્રા કસ્ટમ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે આવો કોઈ અધિકાર મુન્દ્રા પોર્ટ પાસે નથી કે કોઈ દેશના કાર્ગો પર પ્રતિબંધ લગાવી શકે આવો અધિકાર ફક્ત ને ફક્ત ભારત સરકાર પાસે હોય છે ત્યારે અદાણી પોર્ટે આવો નિર્ણય ના લઈ શકે.  વિરોધ બાદ આજે અદાણી પોર્ટ મુન્દ્રા એ પોતાના નિર્ણય ને પાછો લઇ લીધો હતો.

બિપિન રાવત 3 અદાણી પોર્ટ દ્વારા અફઘાનીસ્તાન, ઈરાન અને પાકિસ્તાનથી આવતા-જતા કાર્ગો પર લગાવેલ પ્રતિબંધ ખેંચ્યા પાછા..

સપ્ટેમ્બરમાં ઝડપાયો હતો ડ્રગનો જથ્થો 

હકીકતમાં, તાજેતરમાં ગુજરાતના અદાણી પોર્ટ પર મોટા પાયે ડ્રગનો જથ્થો ઝડપાયો હતો. આ કારણે અદાણી તેમજ સરકારની ભારે ટીકા થઈ હતી. તમામ રાજકીય પક્ષોએ તેને મુદ્દો બનાવ્યો હતો. અદાણી ગ્રુપે એક નિવેદન જારી કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, EXIM કન્ટેનરને અદાણી પોર્ટ SEZ પર સંભાળવામાં આવશે નહીં. આ નિયમ ત્રણ દેશોને લાગુ પડશે.

ગજબ હો, / અહીં છે એશિયાની સૌથી મોટી કીડીઓની વસાહત, દોઢસો વીઘા જમીનમાં કરોડો કીડીઓ

હિન્દુ ધર્મ / ધ્વજ હિંદુ પરંપરાનો એક ભાગ છે, તેને ઘર કે મંદિરમાં લગાવવાથી દૂર થાય છે વાસ્તુ અને ગ્રહોના દોષ

હિન્દુ ધર્મ / યજ્ઞ અને હવનમાં આહુતિ આપતી વખતે શા માટે સ્વાહા ઉચ્ચારવામાં આવે છે, જાણો કેમ ?

આસ્થા / કટાર અને તલવાર બહાદુરી અને મહેનતનું પ્રતીક છે, લગ્ન વખતે વરરાજા તેની સાથે કેમ રાખે છે?