ઇન્ડિગો એરલાઇન્સની બેદરકારી/ છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર 90થી વધુ યાત્રીઓ ફસાયા,અમદાવાદના પ્રવાસીઓ અટવાયા

.છેલ્લા 6 કલાકથી પ્રવાસીઓને કોઇ સંતોષકારક જવાબ કંપની તરફથી આપવામાં આવી રહ્યો નથી, જુદા જુદા કારણો આપીને સમય પસાર કરી રહ્યા છે,

Top Stories India
2 13 છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર 90થી વધુ યાત્રીઓ ફસાયા,અમદાવાદના પ્રવાસીઓ અટવાયા
  • છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર 90થી વધુ યાત્રીઓ ફસાયા
  • ઇન્ડિગો એરલાઇન્સની બેદરકારી આવી સામે
  • બપોરે 3.50 વાગ્યાની ફ્લાઈટ અમદાવાદ આવવા રવાના નહીં
  • રાયપુર એરપોર્ટ પર પ્રવાસીઓ રઝડ્યા
  • પ્રવાસી દ્વારા પૂછપરછ કરતા વિવિધ કારણો આપ્યા

છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાયપુરલ એરપોર્ટ  પર 90થી વધારે પ્રવાસીઓ ફસાયા છે. ઇન્ડિગો એરલાઇન્સની બેદરકારી સામે આવી છે, બપોરના 3.50 કલાકની ફલાઇટ હજી સુધી અમદાવાદ આવવા રવાના થઇ નથી જેના લીધે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, બાળકો,મહિલાઓ અને વૃદ્વોને ભારે મુશ્કેલી પડી રહી છે.છેલ્લા 6 કલાકથી પ્રવાસીઓને કોઇ સંતોષકારક જવાબ કંપની તરફથી આપવામાં આવી રહ્યો નથી, જુદા જુદા કારણો આપીને સમય પસાર કરી રહ્યા છે,ઘણાબધા પ્રવાસીઓને ફલાઇટ વિલંબ થવાથી અનેક કાર્યક્રમ મોકૂફ રાખવા પડ્યા હતા.