Not Set/ આંતરરાજ્ય ડ્રગ્સ ડીલ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, અમદાવાદમાં 3 કરોડના ડ્રગ્સની કરી હતી ડિલિવરી

અમદાવાદ, દેશના વિવિધ રાજ્યોમાં નશાનો કારોબાર કરતા આરોપી અશરફને અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો છે. આરોપી સામે 3 કરોડથી વધુની ચરશની ડિલીવરીનો કેસ અમદાવાદમાં નોંધાયો છે. આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે આરોપીને પકડીને સમગ્ર દેશમાં કઇ બીજી ચેનલ મારફતે નશીલા પદાર્થની હેરફેર થાય છે. તે વિગતો મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસને આરોપી પાસેથી ગુજરાતના […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 115 આંતરરાજ્ય ડ્રગ્સ ડીલ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, અમદાવાદમાં 3 કરોડના ડ્રગ્સની કરી હતી ડિલિવરી

અમદાવાદ,

દેશના વિવિધ રાજ્યોમાં નશાનો કારોબાર કરતા આરોપી અશરફને અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો છે. આરોપી સામે 3 કરોડથી વધુની ચરશની ડિલીવરીનો કેસ અમદાવાદમાં નોંધાયો છે.

આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે આરોપીને પકડીને સમગ્ર દેશમાં કઇ બીજી ચેનલ મારફતે નશીલા પદાર્થની હેરફેર થાય છે. તે વિગતો મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસને આરોપી પાસેથી ગુજરાતના અન્ય ડ્રગ્સ ડીલરની વિગતો મળે તેવી શક્યતા છે.

અમદાવાદમાં ત્રણ જગ્યાએથી મળી આવેલા 3 કરોડ 29 લાખના ચરશ પ્રકરણમાં ક્રાઇમબ્રાંચને ચરશના સપ્લાયર સુધીની વિગતો મળી હતી. પોલીસને માહિતી મળી હતી કે, આ ડ્રગ્સની ડીલનો મુખ્ય સુત્રધાર કાશમીરમાં છુપાયો છે. પોલીસે આ સંદર્ભે કાશ્મીર પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસને આ ડ્રગ્સ ડીલમાં સંડોવાયેલા મોહમ્મદ અશરફ ગુલામરશુલ રેશીની કડી મળી હતી. જેને ક્રાઈમબ્રાન્ચ અને કાશ્મીર પોલીસની મદદ થી ઝડપી લીધો હતો, આરોપી ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ સહિત અન્ય રાજ્યોમાં પણ ડ્રગ્સ ડીલમાં સંડોવણી હોવાનુ જાણવા મળી રહ્યું છે. મોહમ્મદ અશરફના ગુજરાતમાં પણ કેટલાક સંપર્કો છે જેથી પોલીસને તેમના સુધી પહોંચવા મદદ મળશે.