accident news/ આફ્રિકાના સ્વાઝીલેન્ડમાં ગુજરાતી પરિવારના સભ્યો અકસ્માતનો ભોગ બન્યા, પરિવાર ભરૂચનો વતની

આફ્રિકાના સ્વાઝીલેન્ડમાં ગુજરાતી પરિવારના સભ્યો અકસ્માતનો ભોગ બન્યા. આ પરિવાર ભરૂચ જિલ્લાના મનુબર ગામના વતની છે.

Top Stories World
Mantay 5 1 આફ્રિકાના સ્વાઝીલેન્ડમાં ગુજરાતી પરિવારના સભ્યો અકસ્માતનો ભોગ બન્યા, પરિવાર ભરૂચનો વતની

આફ્રિકામાં સ્વાઝીલેન્ડમાં ભયંકર કાર અકસ્માતમાં થયો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. સ્વાઝીલેન્ડમાં અકસ્માતનો ભોગ બનેલ ગુજરાતી પરિવાર ભરૂચના રહેવાસી છે. ગુજરાતી પરિવારની કારને આફ્રિકાના સ્વાઝીલેન્ડમાં ભયંકર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં પરિવારના ત્રણ લોકોના મોત થયા છે.

સ્વાઝીલેન્ડમાં અકસ્માતનો ભોગ બનેલ ગુજરાતી પરિવાર ભરૂચ જિલ્લાના મનુબર ગામના રહેવાસી છે. મનુબર ગામના વતની રહીશ ઇલ્યાસ પટેલ લાંબા સમયથી આફ્રિકામાં રહે છે. ઇલ્યાસ પટેલ પોતાના પરિવાર સાથે આફ્રિકામાં સ્થાયી થયા હતા. ઇલ્યાશ પટેલ અકસ્માત સમયે પોતાના બે સંતાન સાથે એક મિત્રના ઘરે જતા હતા. દરમ્યાન ભયંકર અકસ્માત સર્જાયો. તસવીરમાં દેખાય છે કે અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચે ફૂરચા ઉડી જતા કારમાં સવાર તમામ ત્રણેય લોકોનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પંહોચી કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચના વતની ઇલ્યાશ પટેલ કાર લઈને પોતાના નજીકના મિત્રને મળવા નીકળ્યા હતા. પરંતુ અધવચ્ચે સ્વાઝીલેન્ડ પંહોચતા જ અકસ્માતની દુર્ઘટનાનો શિકાર બન્યા. આ અકસ્માતમાં ઇલ્યાસની 13 વર્ષીય પુત્રી અને 16 વર્ષીય પુત્રનું મોત નિપજયું. છેલ્લા 25 વર્ષથી ઇલ્યાસ પરિવાર સાથે આફ્રિકાના સ્વાઝીલેન્ડમાં સ્થાઇ થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે તેઓને કારમાંથી બહાર નીકળવાનો સમય જ ના મળ્યો. એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો.

અગાઉ થોડા સમય પહેલા સાઉથ આફ્રિકાના મેરિસ્ક બર્ડમાં ભરૂચના વાગરા તાલુકાના કોલવણાના પરિવારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં પતિ-પત્નીનું મોત નિપજ્યું હતું જ્યારે તેમની બાળકીનો આબાદ બચાવ થયો હતો. કોલવણાના સાકીર પટેલ અને રોજમીના પટેલ છેલ્લા આઠ-દસ વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. પરિવાર રાત્રીના સમયે એક મિત્રના ઘરે મળવા જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દંપતીનું મોત થયું હતું જ્યારે બાળકીની આબાદ બચાવ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: vibrant summit/ગુજરાતમાં સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થાપશેઃ ટાટા ગ્રુપ

આ પણ વાંચો: 2024માં દેશની પહેલી ‘મેક ઇન ઇન્ડિયા ચીપ’નું ઉત્પાદન ગુજરાતમાં થશે: કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવ

આ પણ વાંચો: દિલ્હી-NCRમાં ધરતી ધ્રૂજી, લાંબા સમય સુધી અનુભવાયા ભૂકંપના તીવ્ર આંચકા