ઈરાન: ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને તેમના ઈરાની સમકક્ષ ડૉ. અમીર અબ્દુલ્લાહિયાન વચ્ચે રવિવારે ફોન પર વાતચીત બાદ ઈરાનના પ્રવકતા દ્વારા ભારતીય જહાજના ક્રૂ મેમ્બર્સને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારના પ્રતિનિધિઓને ઈઝરાયલ સંબંધિત જહાજમાં સવાર ભારતીય ક્રૂને મળવાની મંજૂરી આપવામાં આવશે તેમ ઇરાનના પ્રવક્તાએ જણાવ્યું.
આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રીએ ભારતને ઈઝરાયલ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે પણ માહિતી આપી હતી. ઈરાન દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમીર અબ્દુલ્લાહિયાને ફોન પર વાતચીત દરમિયાન તેમના ભારતીય સમકક્ષને ઈરાનના કાયદેસરના સ્વ-બચાવ અને ઈઝરાયેલી શાસનને સજા વિશે માહિતી આપી હતી.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વિદેશ મંત્રીએ પકડાયેલા જહાજ પર હાજર 17 ભારતીય ક્રૂ મેમ્બરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આ મામલે ઈરાન પાસેથી મદદ માંગી હતી. અબ્દુલ્લાહિયાએ કહ્યું કે તેઓ કબજે કરાયેલા જહાજ અંગે માહિતી એકત્ર કરી રહ્યા છે અને ટૂંક સમયમાં ભારત સરકારના પ્રતિનિધિઓને બોર્ડ પરના ક્રૂને મળવાની તક આપશે.
આ જહાજ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના કબજામાં છે, શનિવારે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કમાન્ડો ઉતાર્યા હતા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ઈઝરાયેલના જહાજને કબજે કર્યું હતું. આ માલવાહક જહાજ UAEથી ભારત આવી રહ્યું હતું. રિવોલ્યુશનરી ગાર્ડે કહ્યું હતું કે આ જહાજ ઈઝરાયેલ સાથે જોડાયેલા હોવાના આરોપોને કારણે કબજે કરવામાં આવ્યું છે. MSC Aries નામનું આ જહાજ લંડન સ્થિત કંપની Zodiac Groupનું છે, જેની માલિકી ઈઝરાયેલના અબજોપતિ ઈયાન બોફરની હોવાનું કહેવાય છે. જે સમયે આ જહાજ ઈરાન દ્વારા કબજે કરવામાં આવ્યું હતું, તે સમયે તે પોર્ટુગીઝ ધ્વજ લઈ જતું હતું.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ ભારત માટે મોટો ખતરો બની શકે છે. આ યુદ્ધથી ભારતને મોટું નુકસાન થવાની સંભાવના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. ઇરાને કબ્જે કરેલ ભારતીય જહાજમાં સવાર 25 ક્રૂ સભ્યોમાંથી 17 ભારતીય નાગરિકો છે. જહાજ વિશે માહિતી મળતાની સાથે જ ભારતે ક્રૂમાં હાજર ભારતીયોની મુક્તિ માટે પ્રયાસો શરૂ કર્યા હતા. ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે તેની પાસે જહાજ પરના ભારતીય ક્રૂ વિશે માહિતી છે અને આ સંબંધમાં ઈરાન સાથે નવી દિલ્હી અને તેહરાન બંનેમાં સંપર્કો સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:દિલ્હી-સુરતની ફ્લાઈટમાં એક યાત્રીએ કર્યું એવું કે, ત્યારબાદ તેની કરવી પડી ધરપકડ
આ પણ વાંચો:જૂનાગઢમાં મંગેતરે આપઘાત કરતાં યુવતીની પણ આત્મહત્યા
આ પણ વાંચો:CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે, ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર
આ પણ વાંચો:ભાવનગરમાં દારૂના રૂપિયાના બદલે ઠપકો આપતા પુત્રએ પિતાની હત્યા કરી