Not Set/ ૭ રાજ્યો, ૧૩૦ સંગઠન અને ૧૦ દિવસના આંદોલનનું એલાન : ખેડૂતો દ્વારા આ પ્રદેશોમાં કરાઈ રહ્યું છે વિરોધ પ્રદર્શન

મંદસૌર, દેશભરમાં ખેડૂતો દ્વારા ફળો-શાકભાજીના ન્યૂનતમ ભાવ, સમર્થન કિંમત સહિતના મુદ્દાઓને લઇ આંદોલન કરવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા આ મુદ્દાઓને લઇ ૧૦ દિવસના આંદોલનનું એલાન કર્યું છે, ત્યારે આંદોલનમાં ૭ રાજ્યોના ખેડૂતો તેમજ રાષ્ટ્રીય ખેડૂત મહાસંઘના ૧૩૦ સંગઠનો દ્વારા મળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ આંદોલનને લઇ દેશભરમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં […]

Top Stories India Trending
punjab ૭ રાજ્યો, ૧૩૦ સંગઠન અને ૧૦ દિવસના આંદોલનનું એલાન : ખેડૂતો દ્વારા આ પ્રદેશોમાં કરાઈ રહ્યું છે વિરોધ પ્રદર્શન

મંદસૌર,

દેશભરમાં ખેડૂતો દ્વારા ફળો-શાકભાજીના ન્યૂનતમ ભાવ, સમર્થન કિંમત સહિતના મુદ્દાઓને લઇ આંદોલન કરવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા આ મુદ્દાઓને લઇ ૧૦ દિવસના આંદોલનનું એલાન કર્યું છે, ત્યારે આંદોલનમાં ૭ રાજ્યોના ખેડૂતો તેમજ રાષ્ટ્રીય ખેડૂત મહાસંઘના ૧૩૦ સંગઠનો દ્વારા મળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

આ આંદોલનને લઇ દેશભરમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો દ્વારા આ આંદોલન દરમિયાન કોઈ પણ પ્રકારની ચીજવસ્તુઓને માર્કેટ સુધી પહોચાડવા માટે ઇનકાર કર્યો છે.

પંજાબમાં રસ્તાઓ પર ખાલી કર્યા દૂધના ટેન્કર

પોતાની માંગોને લઇ વિરોધ કરી રહેલા ખેડૂતોએ પંજાબના ફરીદકોટમાં રોડ પર શાકભાજી ફેંકી રહ્યા છે, જયારે હોશિયારપુરમાં પણ તેઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

હોશિયારપુરમાં રસ્તાઓ પર ખેડૂતોએ દૂધના ટેન્કર ખાલી કરી દીધું છે તેમજ શાકભાજી પણ ફેંકી રહ્યા છે. આ ઉપરાંત લુધિયાણામાં તેઓએ રસ્તા પર દૂધ ઠાલવ્યું છે.

મધ્યપ્રદેશમાં વિરોધ પ્રદર્શન જોતા લાગુ કરવામાં આવી ધારા ૧૪૪

પંજાબ બાદ મધ્યપ્રદેશમાં પણ ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. મંદસૌરમાં ખેડૂતોએ કોઈ પણ હાલતમાં શાકભાજી અને દૂધને શહેરમાંથી બહાર મોકલવા માટે ઇનકાર કર્યો છે.

ખરગૌનમાં પણ ખેડૂત આંદોલનની અસર જોવા મળી રહી છે. ખરગૌનના શાકભાજી માર્કેટમાં માત્ર ૫૦ ટકા જેટલી જ શાકભાજી પહોંચી છે, જયારે હોશંગાબાદમાં ખેડૂતોએ હોસ્પિટલમાં મફતમાં દૂધ વહેચવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ ખેડૂતોના આ વિરોધ પ્રદર્શનને જોતા ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં પણ જોવા મળી આંદોલનની અસર

મહારાષ્ટ્રમાં ખેડૂત આંદોલનનો પ્રભાવ જોવા મળ્યો છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ પુણાના ખેડશિવાપુર ટોલ પ્લાઝા પર ૪૦ હજાર લીટર દૂધ રોડ પર વહેડાવ્યું છે અને સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન પ્રગટ કરી રહ્યા છે.

જયારે ઉત્તરપ્રદેશમાં પણ આગ્રામાં પણ હાઇવેના ટોલ ટેક્સ પર ખેડૂતોએ કબ્જો કરી લીધો છે અને ત્યાં તોડ-ફોડ કરી હતી.

બીજી બાજુ ખેડૂતોના આ આંદોલનને લઇ સુરક્ષાનો પણ પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મંદસૌરમાં પણ સરકાર દ્વારા સુરક્ષાને જોતા રિઝર્વ પોલીસ ફોર્સની પાંચ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

કેમ કરી રહ્યાં છે ખેડૂતો આંદોલન

ખેડૂતો સ્વામીનાથન કમીશન અને દેવું માફ કરવાની સહિતની માંગોને લઈને હળતાળ પર છે. આ જ પ્રમાણે ગત વર્ષે પણ મધ્યપ્રદેશના મંદસૌરથી ખેડૂતોના આંદોલનનો અંગારો સળગ્યો હતો. મંદસૌરમાં પાકની કિમતોમાં વધારો કરવાને લઈને આંદોલન કરી રહ્યા હતાં જેમાં પોલીસે ગોળીબાર કર્યો હતો આ ગોળીબારમાં  ૬  જેટલા ખેડૂતોના મોત થયા હતા.