Not Set/ જીડીપી ગ્રોથમાં ચીનથી આગળ રહેવા ભારતને ધ્યાનમાં રાખવા પડશે આ 3 પડકારો

  કેન્દ્ર સરકારે ગુરુવારના રોજ જાન્યુઆરી-માર્ચ ક્વાટરના જીડીપી આંકડાઓ રજુ કર્યા છે. સરકારી આંકડાળાઓ મુજબ ચોથા ક્વાટરમાં જીડીપી 7.7 ટકાના ઝડપે વધ્યું છે. આ ઝડપ સાથે જ ભારતે ચીનને પછાડી દીધું છે. આ ક્વાટરમાં ચીનની વૃદ્ધિ 6.8 ટકા રહ્યું છે. ભલે નોટબંધી બાદ વિકાસ ગતિએ ખુબ ઝડપ પકડી, પરંતુ હાલ પણ ઘણી સમસ્યાઓ ચાલી રહી […]

Top Stories India World
china reu જીડીપી ગ્રોથમાં ચીનથી આગળ રહેવા ભારતને ધ્યાનમાં રાખવા પડશે આ 3 પડકારો

 

કેન્દ્ર સરકારે ગુરુવારના રોજ જાન્યુઆરી-માર્ચ ક્વાટરના જીડીપી આંકડાઓ રજુ કર્યા છે. સરકારી આંકડાળાઓ મુજબ ચોથા ક્વાટરમાં જીડીપી 7.7 ટકાના ઝડપે વધ્યું છે. આ ઝડપ સાથે જ ભારતે ચીનને પછાડી દીધું છે. આ ક્વાટરમાં ચીનની વૃદ્ધિ 6.8 ટકા રહ્યું છે.

ભલે નોટબંધી બાદ વિકાસ ગતિએ ખુબ ઝડપ પકડી, પરંતુ હાલ પણ ઘણી સમસ્યાઓ ચાલી રહી છે. જો ભારતને આ વિકાસ ગતિ જાળવી રાખવી હોય તો અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.

  •  ક્રુડ ઓઈલ:-

crude oil 1507180801 70081350 જીડીપી ગ્રોથમાં ચીનથી આગળ રહેવા ભારતને ધ્યાનમાં રાખવા પડશે આ 3 પડકારો

કાચા તેલની કિંમાંતોનમાં ભલે વધારો વધતો જાય છે, પરંતુ અત્યારે પણ તેના ભાવો 70 ડોલરને પાર બોલે છે. આંતરાષ્ટ્રીય સ્તર પર બદલતી પરિસ્થિતિઓની અસર ક્રુડ ઓઈલની કિંમતો પર થાય છે. એવામાં વધી રહેલા ભાવ સરકાર માટે મોટો પડકાર રહેશે.

ખરેખર ભારત પોતાની જરૂરિયાતનું 80% ક્રુડ ઓઈલ બહારથી લેવું પડે છે. એવામાં ક્રુડ ઓઇલના બદલતા ભાવની અસર જીડીપી પર પણ થાય છે. એક અનુમાન પ્રમાણે જયારે પણ ક્રુડ ઓઈલ ની કિંમતોમાં દસ ડોલર પ્રતિ ડોલર વધ્યા છે, ત્યારે અસર જીડીપી પર 40 બેસીસ પોઈન્ટના હિસાબે પડે છે.

  • રૂપિયાનું અવમૂલ્યન:-

rupee 1566336f 1505836478 જીડીપી ગ્રોથમાં ચીનથી આગળ રહેવા ભારતને ધ્યાનમાં રાખવા પડશે આ 3 પડકારો

પાછલા થોડા સમયથી ડોલરની તુલનામાં રૂપિયો નિરંતર નબળો થઇ રહ્યો છે. હાલના સમયમાં ડોલરની તુલનામાં રૂપિયાની કિંમત 67 ને વટાવી ચુકી છે. ડોલર સામે રૂપિયાનું અવમુલ્યન અર્થતંત્રણે નુકશાન પણ પહોચાડી શકે છે. જાણકાર લોકો માને છે કે અગામી બે-ત્રણ મહિના સુધી આ પ્રકિયા શરુ રહી તો જીડીપીને ભારે નુકશાન પહોંચી શકે છે.

  • કૃષિ:-

1 Banner 3 1 1 Banner 1 1 banner 2 જીડીપી ગ્રોથમાં ચીનથી આગળ રહેવા ભારતને ધ્યાનમાં રાખવા પડશે આ 3 પડકારો

જાન્યુઆરીથી માર્ચ ક્વાટર વચ્ચે ભલે કૃષિ ગ્રોથ 4.5 ટકા સારો રહ્યો, પરંતુ વાર્ષિક આધાર પર કૃષિ વિકાસ દર 6.3 ટકાથી ઘટીને 3.4 તા આવી રહી છે.સરકારે કહ્યું છે કે તે એ સુનિશ્ચિત કરશે કે તેમના તરફથી નક્કી કરવામાં આવેલ મિનિમમ સપોર્ટ પ્રાઈઝનો ફાયદો બધા ખેડૂતોને મળે છે. આ બાબતની અસર પણ સરકારી ખજાનામાં દેખાવાનું નક્કી છે. આ સિવાય કૃષિ અને કેદુતોની પરિસ્થિતિ સુધારવા પર પણ સરકારને ધ્યાન રાખવું પડશે અને કૃષિ વિકાસમાં વધતા નુકસાનથી પણ બચવા પર ધ્યાન આપવું પડશે.

આ બાબતોને જોતા સરકાર પોતાની નાણાકીય સ્થિતિ સુધારવા પર ફોકસ કરવું જોશે. સારી વાત એ છે કે ક્રૂડતેલની કિંમતો ઘટવાની શરુ થઇ ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં ડોલર સામે રૂપિયાની પરિસ્થિતિ શું રહેશે તે એક મંથનનો વિષય છે.