Education/ રાજસ્થાનના લાખો વાલીઓ માટે માઠા સમાચાર, સ્કૂલોને 100 ટકા ફી વસૂલવા સુપ્રીમની ગ્રીન સિગ્નલ

રાજસ્થાનમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે માઠા સમાચાર પ્રકાશમાં આવ્યા છે.સુપ્રીમ કોર્ટ તરફથી આવેલો એક ચુકાદો રાજસ્થાનના લાખો વાલીઓ માટે ઝટકો લાવ્યો છે. સુપ્રીમ

Top Stories
1

રાજસ્થાનમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે માઠા સમાચાર પ્રકાશમાં આવ્યા છે.સુપ્રીમ કોર્ટ તરફથી આવેલો એક ચુકાદો રાજસ્થાનના લાખો વાલીઓ માટે ઝટકો લાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે રાજસ્થાનની સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોના મેનેજમેન્ટને પરવાનગી આપી છે કે તેઓ 2019-20ના લોકડાઉન દરમિયાનની 100 ટકા ફી 5 માર્ચ 2021થી 6 માસિક હપ્તામાં વસૂલ કરી શકશે. સુપ્રીમ કોર્ટની ડબલ બેન્ચે કહ્યું કે સ્કૂલ ફીનું ચૂકવણું ન કરવાના આધાર પર વિદ્યાર્થીઓને ન તો કાઢી શકાશે અને ન તો તેના પરિક્ષા પરીણામ રોકી શકાશે. આ ચુકાદો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ મહેશ્ર્વરીની પીઠે આપ્યો છે.

1

Chamoli / ઉત્તરાખંડમાં દિવસ રાત એક કરીને બચાવ કામગીરીમાં વ્યસ્ત જવાનો, તેઓની હિંમત અને બહાદુરીને સો સો સલામ

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય વિદ્યા ભવન, એસએમએસ તેમજ અન્ય સ્કૂલોની અપીલ પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના એ ચુકાદા ઉપર પણ રોક લગાવી દીધી જેમાં મેનેજમેન્ટને માત્ર 60થી 70 ટકા ટયુશન ફી એકત્ર કરવાની પરવાનગી અપાઈ હતી. સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોમાં આ વ્યવસ્થા ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી સુપ્રીમ આ મામલે આગળની સુનાવણી ન કરે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે હપ્તાની વ્યવસ્થા 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે લાગુ રહેશે.

1

જામનગર / ‘આપ’ ના સાવરણાની સળીઓ ખરી, મનપા ચૂંટણીમાં AAPપાર્ટીને મોટો ફટકો, 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

કોરોના કાળ જાણે રાજસ્થાનમાં વાલીઓ માટે મુશ્કેલીઓનો પટારો લઈને આવ્યો છે.કોર્ટે રાજસ્થાન સરકારને આદેશ આપ્યો છે કે તે એક મહિનાની અંદર સ્કૂલોને બાકી રકમનું ચૂકવણું કરે જે પ્રાઈવેટ સ્કૂલો દ્વારા 25 ટકા ઈડબલ્યુએસ વિદ્યાર્થીઓને આરટીઈ કાયદા હેઠળ ભણાવી રહી છે.

Cricket / પ્રથમ ટેસ્ટની હાર ભારતીય ટીમને પડી ભારે, પોઈન્ટ ટેબલમાં ઈગ્લેન્ડ બન્યું નંબર-1

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…