Not Set/ ઝારખંડ ચૂંટણી/ બીજા તબક્કાની 20 બેઠકો પર આજે મતદાન ચાલુ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ શનિવારે 20 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં 12 ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યું છે. ચૂંટણી પંચે ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ માટે પૂરતા સુરક્ષા દળો અને મતદાન કેન્દ્રો તૈયાર કર્યા છે. એક ટ્વિટમાં વડા પ્રધાન મોદીએ મતદારોને વધુ સંખ્યામાં […]

Top Stories India
gnr 1 ઝારખંડ ચૂંટણી/ બીજા તબક્કાની 20 બેઠકો પર આજે મતદાન ચાલુ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ શનિવારે 20 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં 12 ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યું છે. ચૂંટણી પંચે ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ માટે પૂરતા સુરક્ષા દળો અને મતદાન કેન્દ્રો તૈયાર કર્યા છે. એક ટ્વિટમાં વડા પ્રધાન મોદીએ મતદારોને વધુ સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીને મજબૂત બનાવવામાં મદદ કરવા વિનંતી કરી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં આજે બીજા તબક્કાના મતદાન છે. હું તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના આ પર્વને સફળ બનાવવા અનુરોધ કરું છું.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર જમશેદપુર પૂર્વ અને જમશેદપુર પશ્ચિમ બેઠકો પર સવારે 7 થી સાંજના 5 સુધી મતદાન થઈ શકે છે, જ્યારે અન્ય બેઠકો પર સવારે 7 થી સાંજના 3 વાગ્યા સુધી મતદાન થઈ શકે છે. 20 બેઠકોમાંથી 16 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને એક બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે.

પોલીસના જણાવ્યા અનુસાર સાત જિલ્લામાં ફેલાયેલી આ બેઠકો માટે કેન્દ્રીય દળો સહિ 42000  સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. 48,25,038 મતદારો ઇવીએમમાં ​​260 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.

આ તબક્કાના મુખ્ય  ઉમેદવારોમાં રાજ્યના મુખ્ય પ્રધાન રઘુબર દાસ,  ભાજપમાંથી બળવો કરીને સ્વતંત્ર ઉમેદવારી નોધાવેલ સરયુ રાય,  વિધાનસભા અધ્યક્ષ દિનેશ ઓરાઓન, સરકારમાં પ્રધાન નીલકંઠસિંહ મુંડા, પ્રદેશ ભાજપ પ્રમુખ લક્ષ્મણ ગિલુઆ, એજેએસયુના નેતા રામચંદ્ર સાહી, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પ્રદીપ કુમારનો સમાવેશ થાય છે. 23 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.