Not Set/ તાપી: રાજયમાં સલામતી સપ્તાહ વચ્ચે હિટ એન્ડ રન

તાપી, તાપી જિલ્લામાં તંત્ર દ્રારા 30 મા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. 4 થી ફેબ્રુઆરીથી 10 મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી સપ્તાહ ઉજવાશે. તાપી જિલ્લા પોલીસ અને આર.ટી.ઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વ્યારાનાં ઉકાઈ નાકા પાસે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે સભા યોજાઈ હતી. લોકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની […]

Top Stories Gujarat Others
mantavya 61 તાપી: રાજયમાં સલામતી સપ્તાહ વચ્ચે હિટ એન્ડ રન

તાપી,

તાપી જિલ્લામાં તંત્ર દ્રારા 30 મા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. 4 થી ફેબ્રુઆરીથી 10 મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી સપ્તાહ ઉજવાશે.

તાપી જિલ્લા પોલીસ અને આર.ટી.ઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વ્યારાનાં ઉકાઈ નાકા પાસે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે સભા યોજાઈ હતી.

લોકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની હાંકલ કરવામા આવી હતી. સમગ્ર માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન સેમિનારો કરીને લોકોને વાહન ચલાવવા જાગૃત કરાશે. ટ્રાફિકનાં નિયમોનું ચુસ્ત પાલન થાય તેનો આગ્રહ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજયમાં એકબાજુ તંત્ર દ્રારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તો બીજી બાજુ સલામતી સપ્તાહની શરૂઆતમાં જ હિટ એન્ડ રનના કિસ્સા બનતાં રાજયમાં તંત્ર પ્રત્યે લોકો ફિટકારની લાગણી વર્તાવી રહ્યા છે. તંત્ર સામે માર્ગ સલામતીના નામે અનેક સવાલો ઉભા થયા છે.