Not Set/ રાધનપુરમાં ઝડપાઇ નકલી નોટો છાપવાની ફેક્ટરી, ત્રણની ધરપકડ

પાટણના રાધનપુરમાં નકલી નોટોનો કારોબાર થતો હોવાની ઘટના સામે આવી છે. રાધનપુરના સાતુંનમાં ત્રણ શખ્સોએ ભેગા મળી રૂપિયા બે હજારની નકલી નોટો છાપતા હોવાની બાતમીના આધારે પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી રૂપિયા 1.27 લાખની નકલી બનાવટી નોટો ઝડપી પાડી હતી. રાધનપુરના સાતુંન ગામે રહેણાંક મકાનમાં ભારતીય ચલણની અલગ અલગ દરની ચલણી નોટો કલર પ્રિન્ટર દ્વારા બનાવી તેનો […]

Top Stories Gujarat Others
fake notes 759 રાધનપુરમાં ઝડપાઇ નકલી નોટો છાપવાની ફેક્ટરી, ત્રણની ધરપકડ

પાટણના રાધનપુરમાં નકલી નોટોનો કારોબાર થતો હોવાની ઘટના સામે આવી છે. રાધનપુરના સાતુંનમાં ત્રણ શખ્સોએ ભેગા મળી રૂપિયા બે હજારની નકલી નોટો છાપતા હોવાની બાતમીના આધારે પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી રૂપિયા 1.27 લાખની નકલી બનાવટી નોટો ઝડપી પાડી હતી.

રાધનપુરના સાતુંન ગામે રહેણાંક મકાનમાં ભારતીય ચલણની અલગ અલગ દરની ચલણી નોટો કલર પ્રિન્ટર દ્વારા બનાવી તેનો ચલણમાં ઉપયોગ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. જે બાતમી પાટણ એલસીબીને મળતા તેઓએ રાધનપુર પોલીસને સાથે રાખી સંયુક્ત ટીમ બનાવી સાતુંન ગામે રહેતા સુથાર બળદેવ ભાઈના રહેણાંક મકાનમાં રેડ પાડી હતી.

જ્યાં ચૌધરી ભગવાન ભીખા અને ચૌધરી ભાવા શિવા ભારતીય બનાવટની રૂપિયા એકથી લઇ બે હજારના દરની ચલણી નકલી નોટો કલર પ્રિન્ટર દ્વારા નકલી નોટો છાપતા હતા.

જો કે આ બાબતની જાણ પોલીસના ધ્યાને આવતા સમગ્ર કૌભાંડ ઝડપાઇ ગયું હતું. હાલમાં પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા 1.27 લાખની નકલી નોટો જપ્ત કરી છે. સાથે પ્રિન્ટર અને કાર્ટીઝ તેમજ તેઓના મોબાઈલ મળી કુલ 1.37 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય ઇસમોને રાધનપુર પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે.