Kutch/ SBI નાં ATM માં લૂંટનાં ઈરાદે આવેલા તસ્કરોએ સિક્યુરિટી ગાર્ડની કરી હત્યા

અંજારમાં વેલસ્પન કંપની બહાર આવેલા SBIના ATMની અંદર યુવાન સિક્યોરીટી ગાર્ડની અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હોવાનો બનાવ બહાર આવ્યો છે…..

Gujarat Others
jpg 2 SBI નાં ATM માં લૂંટનાં ઈરાદે આવેલા તસ્કરોએ સિક્યુરિટી ગાર્ડની કરી હત્યા
  • કચ્છના અંજારમાં ATMમાં સિક્યુરિટી ગાર્ડની હત્યા
  • લૂંટના ઇરાદે આવેલ તસ્કરોએ આપ્યો અંજામ
  • SBIના બેંકના ATMના ચોકીદાર સાથે ઝપાઝપી
  • ચોકીદારને ચાકૂના ઘા ઝીંકી દેતા થયું મોત
  • પૂર્વ કચ્છ, એસપી, ડીવાયએસપી ઘટનાસ્થળે
  • એટીએમમાં તોડફોડ અને લૂંટ મુદ્દે તપાસ

@કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ – કચ્છ

અંજારમાં વેલસ્પન કંપની બહાર આવેલા SBI નાં ATM ની અંદર યુવાન સિક્યોરીટી ગાર્ડની અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હોવાનો બનાવ બહાર આવ્યો છે. બનાવ અંગે જાણ થતાં પોલીસનાં વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા છે.

ઘટનામાં મૃત્યુ પામનાર નવીન મણિલાલ સોલંકી (ઉ.વ.21, રહે. હનુમાન મંદિર પાસે, વરસામેડી. મૂળ વતની- ભાભર, બનાસકાંઠા) ની આજે સવારે 8 કલાકે ATMની અંદર લોહીમાં લતપત લાશ મળી આવી હતી. અજાણ્યા શખ્સોએ નવીનની છાતી અને ગળામાં છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી હોવાનું બહાર આવ્યું છે. ગત રાત્રિનાં દસ વાગ્યાથી લઈ આજે સવારે 8 કલાકનાં સમયગાળામાં આ બનાવ બન્યો હોવાની શક્યતા છે. મૃત્યુ પામનારનાં સાળા મુકેશ અંબાલાલ સોલંકીએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ATM માં ચોરી કે લૂંટનાં ઈરાદે આ બનાવ બન્યો છે કે કોઈ અન્ય કારણે તે અંગે તપાસ ચાલી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો