Ahmedabad/ કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી!

ગુજરાત માથે માવઠાનું મોટું સંકટ મંડરાય રહ્યું છે. અંબાલાલ પટેલ દ્વારા ફરી આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં ફરી માવઠું થવાનું છે.

Top Stories Gujarat
WhatsApp Image 2023 12 17 at 2.05.07 PM કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી!

ભર શિયાળે ફરી ગુજરાત માથે માવઠાનું મોટું સંકટ મંડરાય રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં ફરી માવઠું થવાનું છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ડિસેમ્બર મહિનામાં 22થી 24ની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની સંપૂર્ણ શક્યતાઓ છે અને જાન્યુઆરી આખો મહિનો ઠંડાગાર રહેવાનો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર મહિનાના એન્ડમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળશે.આની સીધી અસર ગુજરાત પર પડશે. આ હલચલ લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની સંપૂર્ણ સંભાવના છે, આ તમામ પ્રક્રિયાના કારણે આગામી 22થી 24 ડિસેમ્બર દમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. સાથે 27થી 29 તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે.

આ તમામ ઘટના પાછળ ડિસેમ્બર મહિનાના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ થવાને લઇને ઘટશે. આ ઉપરાંત આ હલચલ લૉ પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની સંભાવના છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. સાથે સાથે જાન્યુઆરી 8 થી 10ની વચ્ચે દક્ષિણ ભારતથી લઈ મહારાષ્ટ્ર સુધી વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતમાં આગામી જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની શક્યતા છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: