Chhattisgarh/ CRPF અને નક્સલીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ

નક્સલ પ્રભાવિત રાજ્ય છત્તીસગઢમાં નક્સલવાદીઓ અચાનક ફરી સક્રિય બન્યા છે. નક્સલીઓએ સુરક્ષા દળ પર હુમલા તેજ કર્યા છે.

Top Stories India
WhatsApp Image 2023 12 17 at 12.43.38 PM CRPF અને નક્સલીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ

નક્સલ પ્રભાવિત રાજ્ય છત્તીસગઢમાં નક્સલવાદીઓ અચાનક ફરી સક્રિય બન્યા છે. નક્સલીઓએ સુરક્ષા દળ પર હુમલાઓ તેજ કર્યા છે. પાછલા 4 દિવસમાં સુરક્ષા દળો અને નકસલવાદીઓ વચ્ચે ત્રણ વખત અથડામણ થઈ છે. જેમાં બે જવાનો શહીદ થયા છે અને અનેક જવાનો ઘાયલ થયા છે.ત્યારે આજે ઘાટ પર બેઠેલા નક્સલવાદીઓએ CRPFની એક ટુકડી પેટ્રોલિંગ પર હતી તેના પર હુમલો થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે 7 વાગ્યે જગરગુંડા પોલીસ વિસ્તાર હેઠળના બેદરે કેમ્પથી CRPF 165વી બટાલિયન ઉરસંગલ તરફ ઓપરેશન માટે નીકળી હતી. આ દરમિયાન નક્સલીઓ સાથે અથડામણ થઈ હતી. આ ઘટનમાં 165વી બટાલિયનના લબ ઈન્સ્પેક્ટર સુધાકર રેડ્ડી શહીદ થયા હતા અને કોન્સ્ટેબલ રામુ ગોળી વાગતા ઘાયલ થયા હતી.

ઘાયલ જવાનને પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા છે. આ અથડામણ બાદ સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે, જેના આધારે પોલીસે ચાર શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે અને CRPF,કોબ્રા અને જિલ્લા દળ દ્વારા આસ પાસના વિસ્તારનું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને સંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, 14 ડિસેમ્બરે કાંકેરમાં નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં BSFનો એક જવાન શહીદ થયો છે. આ પહેલા 12 ડિસેમ્બરે છત્તીસગઢના સુકમાં જિલ્લામાં IED બ્લાસ્ટમાં એક DRG સૈનિક ભોગ બન્યો હતો. આમાં સૈનિકને થોડી ઈજા થઈ હતી. પ્રાથમિક સારવાર બાદ તેને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: