ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ હાલમાં દિલ્હી AIIMS દાખલ છે. બુધવારે સાંજે તેમની તબિયત અચાનક બગડતાં તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેમની તબિયત હવે સ્થિર છે, પરંતુ તાજેતરમાં તેમની પુત્રી દમણ સિંહે તેમના પિતાના સ્વાસ્થ્ય અને ગોપનીયતાને લગતા વિષય પર નારાજગી વ્યક્ત કરી છે. આનું કારણ એ છે કે મનમોહન સિંહની બીમાર હાલતમાં હોસ્પિટલની તસવીર સાર્વજનિક છે.
આ પણ વાંચો :શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સામે નોંધાવી FIR, લગાવ્યા આ ગંભીર આરોપ
હકીકતમાં, તાજેતરમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા મનમોહન સિંહને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમણે મનમોહન સિંહ સાથે એક તસવીર લીધી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. આ તસવીરમાં મનમોહન સિંહ બીમારીને કારણે ખૂબ જ નબળા દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની પુત્રી દમણ સિંહે બિમાર અવસ્થામાં તેના પિતાની તસવીર સાર્વજનિક કરવામાં આવતા નારાજગી વ્યક્ત કરી છે. લોકોના આકરા પ્રત્યાઘાત બાદ મનસુખ માંડવિયાએ પોતાના સોશિયલ મીડિયા પરથી આ તસવીર કાઢી નાખી છે.
ડો. મનમોહન સિંહની દીકરી દામન સિંહે મનસુખ માંડવિયાએ ફોટો શેર કર્યો, તે મુદ્દે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મારી માતા ખૂબ પરેશાન છે. મારા પિતાને ડેન્ગ્યુ થયો છે. તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે, ત્યારે અધિકારીઓ સાથે ફોટોગ્રાફરને લઇને મંત્રી ફોટા પડાવે તે યોગ્ય નથી. તેમની પ્રાઈવસીનું ધ્યાન રાખવું જોઈએ. મારા પિતા ઝૂમાં મૂકાયેલા કોઈ પ્રાણી નથી !
આ પણ વાંચો :તમિલનાડુની રાજનીતિમાં ફરી એકવાર શશિકલાની એન્ટ્રી
કેન્દ્રીય મંત્રીએ મનમોહ સિંહની શેર કરેલી તસવીર પર લોકોએ આકરી પ્રતિક્રિયા આપી હતી. યુઝર્સે ટ્વીટ કરીને કહ્યું હતું કે મીડિયાની હેડલાઇન્સ મેળવવા માટે આવું કરવામાં આવ્યું હતું, જે નિંદનીય છે. આ પ્રકારનો આક્રોશ જોઈને માંડવિયાએ તસવીર ડિલિટ કરી હતી. એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે ડોક્ટરો અને એઇમ્સ મેનેજમેન્ટે ફોટોગ્રાફરને અંદર જવાની કેવી રીતે મંજૂરી આપી. એનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે AIIMSના ડિરેક્ટર ગુલેરિયા પોતે પણ ત્યાં હાજર હતા.
મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. મનમોહન સિંહ આ જ વર્ષે 19 એપ્રિલે કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી હતી. મનમોહન સિંહને ડાયાબિટીસની બીમારી પણ છે. તેમની બે બાયપાસ સર્જરી પણ થઈ ચૂકી છે. પ્રથમ સર્જરી 1990માં બ્રિટનમાં થઈ હતી, જ્યારે 2009માં AIIMSમાં બીજી બાયપાસ સર્જરી થઈ હતી. ગયા વર્ષે એક દવાથી રિએકશન અને તાવ આવ્યાં બાદ મનમોહન સિંહને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા 15 હજાર,કોરોનાથી મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો
આ પણ વાંચો :બ્રાઝિલના રાષ્ટ્રપતિ કોરોનાના ગેર વહિવટની તપાસમાં ફસાયા,11 કેસમાં આરોપી બની શકે છે
આ પણ વાંચો : રાયપુરના રેલ્વે સ્ટેશન વિસ્ફોટમાં ઘાયલોની સંખ્યા વધી, આંકડો પહોંચ્યો 6 પર