Delhi/ સંસદની સુરક્ષામાં ચૂક, સ્પેશિયલ સેલને આરોપીઓના સળગેલા મોબાઈલ મળ્યા

સંસદની સુરક્ષામાં ખામી મામલે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની તપાસ તેજ થઈ ગઈ છે. ત્યારે તપાસ ટીમે તમામ આરોપીઓના મોબાઈલ ફોન કબ્જે કર્યા છે.

Top Stories India
WhatsApp Image 2023 12 17 at 10.24.28 AM સંસદની સુરક્ષામાં ચૂક, સ્પેશિયલ સેલને આરોપીઓના સળગેલા મોબાઈલ મળ્યા

સંસદની સુરક્ષામાં ખામી મામલે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની તપાસ તેજ થઈ ગઈ છે. ત્યારે તપાસ ટીમે તમામ આરોપીઓના મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. જોકે આ તમામ ફોન બળી ગયા છે. આ ઘટનાને અંજામ આપતા પહેલા માસ્ટરમાઇન્ડ લલિત ઝા દ્વારા તમામ આરોપીઓના ફોન છીનવી લેવામાં આવ્યા હતા. રાજસ્થાન ભાગી જતાં તેમણે તેમને તોડીને સળગાવી દીધા હતા. પૂછપરછ દરમિયાન પોલીસને આ ફોનનું લોકેશન લલિત પાસેથી જાણવા મળ્યું હતું અને આજે તે મળી આવ્યા છે. સ્પેશિયલ સેલની ટીમ હવે આ ફોનમાંથી માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરશે.

તપાસ દરમિયાન સ્પેશિયલ સેલને જાણવા મળ્યું કે, આરોપીઓ ઈન્સ્ટાગ્રામ પર બનાવેલા ભગત સિંહ ફેન પેજ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. તપાસમાં આ પેજ દેશભક્ત 88 નામના હેન્ડલથી બનાવવામાં આવ્યું છે. આ સાથે આ પેજમાં દેશના યુવાનોને જોડવાની અપીલ પણ કરવામાં આવ્યું હતું. પેજ પરની એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે તે લોકો ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા નથી. તે ક્રાંતિ કરવા માગે છે અને તેના માટે યુવાનોએ તેની સાથે જોડાવું જોઈએ. પોલીસે કહ્યું છે કે અત્યાર સુધી આ લોકોએ ઘણા યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને પોતાની સાથે સામેલ કર્યા છે.

આ પેજના ચેટ બોક્સમાં તમે જોઈ શકો છો કે લલિતે પોતાનો પરિચય આપ્યો કે હું પશ્ચિમ બંગાળનો છું. બાદમાં મહેશ જોડાયો અને પોતાનો પરિચય આપ્યો, હું રાજસ્થાનનો છું. ત્યાર બાદ દેશભક્ત-88 નામનું પેજ ચલાવનાર વ્યક્તિ લખે છે, “વોટ્સએપ પર આવો” અને ત્યાં પોતાનો નંબર પણ શેર કરે છે. જોકે આ દેશભક્ત-88 કોણ છે? આ માહિતી હજુ સામે આવી નથી. પરંતુ આ તમામ આરોપીઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. હવે આ પેજ સાથે જોડાયેલા લોકોની પણ ટૂંક સમયમાં પૂછપરછ કરવામાં આવી શકે છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો: અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક માટે અમેરિકા પણ તૈયાર, વોશિંગ્ટનમાં હિન્દુઓએ નિકળી ભવ્ય રેલી

આ પણ વાંચો: