ચંદ્રયાન-2 ચંદ્ર સુધી પહોચવામાં હવે થોડો સમય બાકી છે, તે પહેલા જ ચંદ્ર પર ફરતા એક શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરતા શેર પણ કરી રહ્યા છે. આપ જાણો છો કે આ વીડિયોમાં ખાસ વાત શું છે. ચાલો તમને જણાવી દઇએ, આ વીડિયોમાં એક શખ્સ દેખવા મળી રહ્યો છે કે જે ચંદ્ર પર તો નથી જ, તે બેંગલુરુ શહેરમાં વરસાદ બાદ રોડ-રસ્તાની હાલતને બતાવી રહ્યો છે. તે અહી વરસાદ બાદ પડેલા ખાડાઓ પર લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
![]()
જે પ્રકારનાં એક એસ્ટ્રોનોટ કપડા પહેરે છે તેવા જ કપડા પહેરીને એક શખ્સ બેંગલુરુનાં રોડ-રસ્તાની હાલત બતાવી રહ્યો છે. બેંગલુરુમાં વરસાદ બાદ રોડ-રસ્તાઓની હાલત બતાવવાનો પ્રયત્ન કરતો આ શખ્સની ચર્ચાઓ વધી છે. જો કે આ વાયરલ વીડિયો ગુજરાતનાં મોરબી શહેરમાં ઘણો ધૂમ મચાવી રહ્યો છે. અહી “મોરબી નગરપાલિકાનાં સૌજન્યથી આપ પણ ચંદ્રયાન વગર ચંદ્ર પર નો સફર નો અનુભવ અહીં મોરબીમાં જ કરી શકો છે” તેવા લખાણ સાથે આ વિડીયો વાયરલ થયો હતો.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
https://www.facebook.com/mantavyanews/videos/629672864224872/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
