પરંતુ ર014 પહેલા કેગના કોઇપણ વિભાગના તારણોમાંથી કાગનો વાઘ કરનારાઓ અત્યારે કેગના રિપોર્ટો રજુ કરવાથી પણ દુર ભાગે છે
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
વર્ષ ર014 પહેલા મનમોહનસિંહની આગેવાની હેઠળ યુપીએનું શાસન હતું ત્યારે સર્વોચ્ચ અદાલતે સીબીઆઇને પિંજરામાં બંધ પોપટ સાથે સરખાવી હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સીબીઆઇની ટીકા કરતાં ત્યારે તેને કોંગ્રેસ બ્યુરો ઓફ ઇનવેસ્ટીંગેશન તરીકે ઓળખાવતા હતાં. પોતાની સામે કોંગ્રેસ નહિ પણ સીબીઆઇ લડે છે. તેવી વાતો કરતા હતાં. ર01રની ચૂંટણીમાં વિજય બાદ તો આવી વાતોનું પ્રમાણ વધી ગયું હતું. ઇડી અને અન્ય સ્વાયત સંસ્થાનોની કામગીરી સામે અગાઉ પણ તેમણે આંગળી ચીંધી હતી.

જો કે તે વખતે ભાજપ વિપક્ષે હતો. કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા સ્થાને હતી. હવે દેશના તમામ મંત્રાલયો અને રાજય સરકારોની કામગીરી ખર્ચ પ્રોજેકટ વિગેરેનું ઓડિટ કરતી સ્વાયત સંસ્થા કમ્પટ્રોલર ઓફ ઓડિટર જનરલ એટલે કે તેનું ટુંકુ નામ કેગ છે. આ સંસ્થાએ ર004 થી ર013 સુધીમાં જે વિભાગોનું ઓડીટ કર્યુ તેની વિગતો તેના અહેવાલમાં જાહેર કરી તેના આધારે તો કેટલાક વિભાગોમાં વ્યાપક પ્રમાણમાં સરકારી નાણાંનો વ્યય કે ખોટ ગઇ હોવાની વિગતો બહાર આવી. આ આર્થિક ખોટને યુપીએ સરકારના ભ્રષ્ટાચારનું સ્વરૂપ આપી યુપીએ સરકાર ભ્રષ્ટાચારી છે. તેવો રાષ્ટ્રવ્યાપી પ્રચાર કર્યો આ મોંઘવારી પછીનો બીજો મુદ્દો હતો. જેના કારણે યુપીએ સરકાર સત્તાના સિંહાસન સુધી પહોંચી ગઇ. કેગના રીપોર્ટ ભાજપ માટે સંજીવની બન્યા અને કોંગ્રેસ માટે વિષ જેવા બન્યા અને તેના કારણે કોંગ્રેસની છબી પણ ખરડાઇ તેવું વિશ્ર્લેષકો કહે છે.

પરંતુ ર014 બાદ કેગના રિપોર્ટો કેવા આવ્યા કેટલા રિપોર્ટો રજુ થયા કેગ દ્વારા શું કામગીરી થઇ તેની વાતો સૌને વિચાર કરતા કરી મુકે તેવી છે. એક અખબારે તાજેતરમાં કેગ અંગે જે વિગતો જાહેર કરી છે તે પ્રમાણે છેલ્લા પાંચ એટલે કે ર014 થી ર019ના સમય ગાળા દરમિયાન કેગના રિપોર્ટોની સંખ્યા ઘટીને 14 થઇ છે. ડિફેન્સ રિપોર્ટ અંગેની હાલત તો વધારે ખરાબ થઇ છે. ર017માં સંરક્ષણ ખાતાને લગતા 8 રિપોર્ટો આવ્યા હતાં. ર0ર0માં તો આ સંખ્યા શૂન્ય પર પહોંચી ગઇ છે. કંટ્રોલર ઓફ ઓડીટર જનરલ એટલે કે કેગનું કામ એ શોધવાનું છે કે સરકારી નાણાનો ઉપયોગ બરોબર થયો છે કે નહિ. કેગના રિપોર્ટના કારણે જ કોલ બ્લોક ઓકસન અને આદર્શ સોસાયટી કૌભાંડજેવા અનેક કૌભાંડો બહાર આવ્યા હતાં. ડીફેન્સ રેલવે સહિત તમામ વિભાગોના કેગના રિપોર્ટોની સંખ્યા હમણા ઘટી ગઇ છે. હવે કેગના જો પોતાની કામગીરી ર014 પહેલા બજાવતી હતી તે કામગીરી જો બજાવે જ નહિ તો લોકોને કેમ ખબર પડશે કે સરકારમાં ખામી કયાં છે ? આખબારી અહેવાલ અનુસાર આઇએએસ ઓફિસર કક્ષાના એક અધિકારી કહે છે કે છેલ્લા પાંચ વર્ષમાં કેગની ધાર બુઠ્ઠી થઇ ગઇ છે જે ધાર ર014 પહેલા વિનોદ રાયના સમયગાળામાં હતી તે હવે જોવા મળતી નથી. લોકસભામાં સચિવ રહી ચુકેલા એક અધિકારી પણ પોતાનો સ્પષ્ટ મત વ્યકત કરતા કહે છે કે કેગનું કામ સરકાર અને જાહેર ક્ષેત્રના સાહસના આવક ખર્ચ સહિતની કામગીરી પર દેખરેખ રાખવાનું છે અને ભૂતકાળમાં કેગ દ્વારા તે ખામીઓ શોધી એકસન ટેઇડીંગ રિપોર્ટો પણ જાહેર કરવામાં આવ્યા છે. જો કે ર014 બાદ તો કેન્દ્ર કે કોઇ રાજય સરકારોએ કેગના ઓછા રિપોર્ટોને પણ ગંભીર ગણ્યા નથી તેવું નિષ્ણાંતો કહે છે.
છેલ્લા બે વર્ષના અખબારી પર નજર નાખશો તો ખબર પડશે કે કેગના રિપોર્ટો છેલ્લા દિવસે રજુ કરવાની પરંપરા પડી ગઇ છે. જો કે ગુજરાતમાં તો છેલ્લા 10 વર્ષથી એવી પરંપરા પડી ગઇ છે કે કેગના રિપોર્ટ વિધાનસભા સત્રના અંતિમ દિવસે રજુ કરવામાં આવે છે. વિધાનસભા સત્રમાં માત્ર રિપોર્ટોની નકલ આપવામાં આવે છે. બાકી આ રિપોર્ટમાં જે વિગતો દશર્વિવામાં આવી હોય તેના પર કોઇ ચર્ચા થતી નથી. પરિસ્થિતિને નિષ્ણાંતો ભયજનક ગણાવે છે. કેટલાક નિષ્ણાંતો એમ પણ કહે છે કે આ સ્થિતિ સારી નથી. સંસદ હોય કે વિધાનગૃહ હોય કેગના રિપોર્ટની ઓછામાં ઓછા બે દિવસ તો ચર્ચા થવી જ જોઇએ જે કોઇ ત્રુટીઓ હોય તો તે જાહેર થવી જોઇએ અને આ ત્રુટીઓ નિવારવા કેગ દ્વારા શું સુચનો કરવામાં આવ્યા છે. તે પણ જાહેર થવું જોઇએ અને કેગના સુચન મુજબ જે તે સરકારો પછી તે કેન્દ્ર હોય કે રાજય સરકાર તેણે શું પગલાં ભર્યા તેની પણ જાહેરાત થવી જોઇએ.

પરંતુ ર014 પહેલા કેગના કોઇપણ વિભાગના તારણોમાંથી કાગનો વાઘ કરનારાઓ અત્યારે કેગના રિપોર્ટો રજુ કરવાથી પણ દુર ભાગે છે જો કે છેલ્લા પાંચ વર્ષમાં કેગના રિપોર્ટોની સંખયામાં જે ઘટાડો થયો છે તે સારી નિશાની નથી. સરકાર જયારે દરેક કોર્પોરેટ કંપનીઓ પાસે તેના હિસાબનું ઓડીટ કરવાનો આગ્રહ રાખે છે. ચોથી જાગીર કહેવાતા અખબારોને તેની જાહેરાત અને તેના પત્રકારોને એક્રીડેશન કાર્ડ વિગેરે સવલતો ચાલુ રહે તે માટે રીન્યુ ફોર્મ સાથે જે તે અખબારના વેચાણ સહિતની બાબતો અંગેનો માન્ય ચાર્ટડ એકાઉન્ટન્ટનો ઓડીટ રિપોર્ટ પણ મગાવવામાં આવે છે. હવે આજ સરકારો પોતાના હિસાબોનું ઓડીટ કાં તો કરાવતી નથી અથવા તો ‘કેગ’ જેવી સંસ્થાઓ દ્વારા તેનું ઓડીટ થાય તો તેની પારદર્શક જાહેરાત પણ થતી નથી તેવી લોકોમાં છાપ છે.

સીબીઆઇ ઇડી જેવી સ્વાયત સંસ્થાઓનો રાજકાય ઉપયોગ થતો હોવાના આક્ષેપ ભૂતકાળમાં પણ થયા છે. આજે પણ થાય છે. પોતાના વિરોધીઓ સામે આ શસ્ત્રોનો ઉપયોગ કરવાની પ્રથા ભૂતકાળમાં પણ હતી અને આજે પણ છે જ. ભૂતકાળ અને આજની સરખામણીની વાત કરતાં હોઇ એ તો ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે ભૂતકાળમાં જયારે પણ કેગની રિપોર્ટ જાહેર થતાં અથવા તો કેગના રિપોર્ટની આંશિક વિગતો પણ અખબારોના પાના પર પ્રસિઘ્ધ થતાની સાથે ગૃહમાં તત્કાલીન વિપક્ષો હોબાળો મચાવતા હતાં. કેગના રિપોર્ટમાં પ્રસિઘ્ધ થયેલી વિગતોનું ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાં અર્થ ઘટન થતું હતું. પરંતુ આજે દેશના અને દેશની લોકશાહી અને પ્રજાના કમનસીબે વિપક્ષ નબળો છે કે તેને નબળો પાડી દેવામાં આવ્યો છે. અથવા તો જે રીતે લોકોના અવાજને દેબાવી દેવાય છે તે રીતે વિપક્ષના અવાજને પણ ગુંગળાવી દેવામાં આવે છે. આ કોઇ જેવી તેવી વાત તો હરગીઝ નથી. આજનો વિપક્ષ પોતાના ભાગે આવતી વિપક્ષ જેવી જવાબદારી બજાવતો નથી તેના કારણે તો શાસક પક્ષને મનમાની કરવાનો મોકો મળી જાય છે. કેગ સ્વાયત સંસ્થા છે. જો કે અત્યારે તો કહેવાય છે તેમજ કહેવું પડશે. ભૂતકાળમાં કેગના રિપોર્ટની જે ધાર હતી તે અત્યારે સાવ બુઠ્ઠી થઇ ગઇ છે. કેગ તપાસ ન કરે ઓડી ન કરે એટલે અત્યારે ભ્રષ્ટાચાર થતો જ નથી તેવું કહી શકાય નહિ. જો કે કેગના ઓડીટ અને તપાસના મામલામાં અને રિપોર્ટની રજૂઆત બાબતમાં સરકારનો જવાબ માગવાની હિંમત વિપક્ષમાં કામ નથી ?
