missing/ રેલવે પોલીસે છેલ્લા બે મહિનામાં બચાવ્યા છે 90 સગીર બાળકો

સગીર બાળકોમાં આજકાલ સહનશક્તિ ઘટી ગઈ છે. માબાપે જરા ઠપકો આપ્યો નથી કે ઘર છોડ્યું નથી. આજે બાળકોના ઘર છોડવાની ઘટના ઘણી સામાન્ય બની ગઈ છે. બાળકોના ઘર છોડી જવાનું સૌથી સામાન્ય કારણ છે માતાપિતા દ્વારા ઠપકો આપવાનો ડર છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 25 5 રેલવે પોલીસે છેલ્લા બે મહિનામાં બચાવ્યા છે 90 સગીર બાળકો

વડોદરાઃ સગીર બાળકોમાં આજકાલ સહનશક્તિ ઘટી ગઈ છે. માબાપે જરા ઠપકો આપ્યો નથી કે ઘર છોડ્યું નથી. આજે બાળકોના ઘર છોડવાની ઘટના ઘણી સામાન્ય બની ગઈ છે. બાળકોના ઘર છોડી જવાનું સૌથી સામાન્ય કારણ છે માતાપિતા દ્વારા ઠપકો આપવાનો ડર છે.

આ વર્ષે પશ્ચિમ રેલવે પોલીસના વડોદરા વિભાગે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં દક્ષિણ અને મધ્યમ ગુજરાતમાં ટ્રેનો અને રેલવે પ્લેટફોર્મ પરથી 90 સગીર બાળકોને બચાવ્યા છે.

પોલીસ વડા સરોજકુમારીએ જણાવ્યું હતું કે મોટાભાગના બાળકોમાં ભાગી જવા પાછળનું કારણ છે માબાપનો ઠપકો. તેઓને ડર હોય છે કે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા બદલ માબાપ ઠપકો આપશે, કારણ કે તેનાથી તેમના અભ્યાસ પર અસર થાય છે.

તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનામાં અમે 90 બાળકોને બચાવ્યા છે અને તેમને તેમના માબાપને સોંપ્યા છે. આ બાળકો જ્યારે ઘર છોડે છે ત્યારે સૌથી પહેલા રેલ્વેની જ વાટ પકડે છે. તેઓ કોઈપણ ટ્રેનમાં ચઢે છે. પોલીસની શી ટીમ આ રીતે ટ્રેનોમાં ચઢી જતા અને પ્લેટફોર્મ પર જોવા મળતા એકલા અટૂલા બાળકોને શોધીને તેમના માબાપને પરત કરવાનું શાનદાર કામ કરી રહી છે.

વડોદરામાં પશ્ચિમ રેલવેની ટીમ વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, વાપી, નડિયાદ, આણંદ, દાહોદ, ડભોઈ અને ભરૂચમાં કાર્યરત છે. આ બાળકોની ઓળખ થયા પછી રેલવે પોલીસ તેમનું કાઉન્સેલિંગ કરે છે. પછી તેમના રહેઠાણ અને તેમના માતાપિતાની વિગતો મેળવે છે. તેની સાથે માબાપને પણ સલાહ આપે છે કે તેમને વારંવાર ઠપકો ન આપે.

આ સિવાય ઘરેથી ભાગી જનારામાં સગીર યુગલો પણ જોવા મળ્યા છે, કારણ કે તેમના સંબંધોને માબાપ મંજૂરી નહી આપે તેવો તેમને ડર હોય છે. સામાન્ય રીતે ટ્રેનોમાં ભીડવાળા ડબ્બાની ખાસ ચકાસણી કરાતી ન હોવાથી બાળકો આ જનરલ ડબ્બામાં જ ચઢવાનું પસંદ કરે છે.


whatsapp ad White Font big size 2 4 રેલવે પોલીસે છેલ્લા બે મહિનામાં બચાવ્યા છે 90 સગીર બાળકો


 

આ પણ વાંચોઃ Dictator/ ઉત્તર કોરિયાના તાનાશાહ ‘કિમ જોંગ ઉન’ દુશ્મનને આપે છે ખોફનાક મોત!

આ પણ વાંચોઃ Israel/ ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે આ ભારતીયની કેમ થઈ રહી છે ચર્ચા? જુઓ વીડિયો

આ પણ વાંચોઃ Israel Hamas War/ ગાઝા પર ઈઝરાયલનો કબજો મોટી ભૂલ હશે: જો બાઈડેન