PM Modi In Rajkot/ PM મોદીએ વિપક્ષ પર સાંધ્યું નિશાન – ચહેરા અને પાપ જૂના છે, બસ નામ નવું

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ રાજકોટ તેમજ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે મોટો દિવસ છે.

Top Stories Gujarat Rajkot
Untitled 58 2 PM મોદીએ વિપક્ષ પર સાંધ્યું નિશાન - ચહેરા અને પાપ જૂના છે, બસ નામ નવું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27-28 જુલાઈના રોજ રાજસ્થાન અને ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. રાજસ્થાન બાદ હવે તેઓ ગુજરાત પહોંચ્યા છે. પીએમ મોદીએ ગુજરાતના રાજકોટમાં નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા. આ દરમિયાન લોકોને સંબોધિત કરતી વખતે તેમણે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું.

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ રાજકોટ તેમજ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે મોટો દિવસ છે. હું એવા પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું જેમણે કુદરતી આફતોને કારણે ઘણું સહન કર્યું છે. ભૂપેન્દ્ર સરકાર શક્ય તેટલી વહેલી તકે તમામ પરિવારોનું જીવન સામાન્ય બનાવવા માટે કામ કરી રહી છે અને કેન્દ્ર સરકાર પણ આમાં શક્ય તમામ મદદ કરી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે મેં કહ્યું હતું કે ગુજરાત મિની જાપાન બની રહ્યું છે, ત્યારે ઘણા લોકોએ મારી મજાક ઉડાવી હતી, પરંતુ આજે તમે તે શબ્દોને સાચા સાબિત કરી દીધા છે. હવે અહીંના ખેડૂતો માટે ફળો અને શાકભાજી વિદેશમાં મોકલવામાં સરળતા રહેશે. રાજકોટને માત્ર એરપોર્ટ નહીં પરંતુ નવી ઉર્જા-નવી ઉડાન આપતું પાવરહાઉસ મળ્યું છે.

વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે કેટલાક લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે… આજકાલ આ ભ્રષ્ટ અને પરિવારવાદીઓએ પોતાની જમાતનું નામ બદલી નાખ્યું છે. ચહેરા પણ એ જ છે, પાપ પણ જૂના છે, રીતો એ જ છે, ઈરાદાઓ એ જ છે, બસ નામ બદલાયું છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, અમારી સરકાર છે જેણે કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ છતાં મોંઘવારી કાબૂમાં રાખી છે. આજે, આપણા પાડોશી દેશોમાં મોંઘવારી 25-30 ટકાના દરે વધી રહી છે, પરંતુ ભારતમાં એવું નથી… અમારી સરકાર મધ્યમ વર્ગના ખિસ્સામાં વધુને વધુ બચત કરવાનો પ્રયાસ કરી રહી છે.

રાજકોટની સાંસ્કૃતિક જીવંતતાએ એરપોર્ટના ટર્મિનલની ડિઝાઇનને પ્રેરિત કરી છે અને તેમાં તેના ગતિશીલ બાહ્ય અગ્રભાગ અને ભવ્ય ઇન્ટિરિયર દ્વારા લિપપન આર્ટથી માંડીને દાંડિયા નૃત્ય સુધીના કલા સ્વરૂપોનું નિરૂપણ કરવામાં આવશે. આ એરપોર્ટ સ્થાનિક સ્થાપત્ય વારસાનું પ્રતીક બનશે અને તેમાં ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારની કલા અને નૃત્યના સ્વરૂપોના સાંસ્કૃતિક ગૌરવને પ્રતિબિંબિત કરવામાં આવશે. રાજકોટનું નવું એરપોર્ટ માત્ર રાજકોટના સ્થાનિક ઓટોમોબાઈલ ઉદ્યોગના વિકાસમાં જ યોગદાન નહીં આપે પરંતુ સમગ્ર ગુજરાતમાં વેપાર, પ્રવાસન, શિક્ષણ અને ઔદ્યોગિક ક્ષેત્રોને પણ પ્રોત્સાહિત કરશે.

આ પણ વાંચો:જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા બે પુત્રો અને પતિ ગુમાવ્યા બાદ મહિલાનો આપઘાત

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ આવશે ગુજરાતની મુલાકાતે, સૌરાષ્ટ્રને આપશે મોટી ભેટ

આ પણ વાંચો:ફ્રુટવાળાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું પોતે વ્યાજખોરિના ચક્કરમાં ફસાયો છે સુરત પોલીસે 48 કલાકમાં જ કરી મદદ

આ પણ વાંચો:રીલ્સનો કેવો ક્રેઝ છે! લોકોએ લાઈક્સ અને વ્યુઝ માટે રસ્તાની વચ્ચે કર્યા ગરબા