Gujarat election 2022/ ગુજરાત ચૂંટણીની જાહેરાત પહેલા PM મોદી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસે

વડાપ્રધાન ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકોના કાર્યકરો સાથે દિવાળી મિલન સમારોહમાં હાજરી આપશે. મંગળવારે, 1 નવેમ્બરના રોજ, વડાપ્રધાન સવારે 10.50 વાગ્યે રાજસ્થાન માનગઢ હિલ હેલિપેડ પહોંચશે. ત્યાંથી બપોરે 1.15 કલાકે જાંબુઘોડા હેલીપેડ…

Top Stories Gujarat India
PM Modi Visit Gujarat

PM Modi Visit Gujarat: ગુજરાત ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસે છે. સરકારી કાર્યક્રમ ઉપરાંત વડાપ્રધાન ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકોના કાર્યકરો સાથે દિવાળી મિલન સમારોહમાં હાજરી આપશે. મંગળવારે, 1 નવેમ્બરના રોજ, વડાપ્રધાન સવારે 10.50 વાગ્યે રાજસ્થાન માનગઢ હિલ હેલિપેડ પહોંચશે. ત્યાંથી બપોરે 1.15 કલાકે જાંબુઘોડા હેલીપેડ પહોંચશે. જાંબુઘોડામાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ બાદ ભાજપ દ્વારા મહાત્મા મંદિર ખાતે રાજ્યની 182 વિધાનસભા બેઠકોના ભાજપના કાર્યકરો માટે દિવાળી સભા સમારોહનું આયોજન કરવામાં આવશે, જેમાં વડાપ્રધાનની પણ ખાસ હાજરી રહેશે.

હિમાચલ વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. હવે ગુજરાતનો વારો છે. ગુજરાતમાં માર્ચ 2023 સુધીમાં સરકારની રચના થવાની છે, તેથી ચૂંટણી પંચે હજુ સુધી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી નથી. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે. તાજેતરમાં જ મોદીએ ગુજરાતની બે દિવસની મુલાકાત લીધી હતી અને ત્યાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પ્રવાસ દરમિયાન તેઓ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ 30 ઓક્ટોબર (રવિવાર)ના રોજ દિલ્હીથી ગુજરાત જવા રવાના થશે. તેઓ બપોરે 2.20 કલાકે વડોદરા એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ બપોરે 2.30 કલાકે લેપ્રસી ગ્રાઉન્ડ, વડોદરા પહોંચશે. અહીં તેઓ ભારતીય વાયુસેનાના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન સાંજે 4.40 કલાકે એકતાનગર (કેવડિયા) હેલિપેડ પહોંચશે. અહીં સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે.

આ પણ વાંચો: Ayodhya/ રામ મંદિર નિર્માણમાં વપરાતા પથ્થરો પર કરવામાં આવી રહ્યું છે બારકોડ, જાણો ખાસ કારણ