મંત્રી આતિશીએ 20 એપ્રિલે સીએમ કેજરીવાલના ડાયાબિટીસ અને સુગર લેવલનો રિપોર્ટ શેર કરીને મોટો દાવો કર્યો છે. તેમને 12 થી 17 એપ્રિલ સુધી તિહાર જેલમાં બંધ અરવિંદ કેજરીવાલના સુગર લેવલના રીડિંગ શેર કર્યા છે.
આતિશીએ લખ્યું,જો આટલા હાઈ સુગર લેવલ પર ઈન્સ્યુલિન ન આપવામાં આવે તો વ્યક્તિ ધીરે ધીરે મલ્ટી ઓર્ગન ફેલ્યોરનો શિકાર બની શકે છે. આ કેવી ક્રૂર સરકાર છે જે ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિન આપવાનો ઇનકાર કરી રહી છે. આતિશીએ પૂછ્યું કે જેલ પ્રશાસને કેજરીવાલનો ફૂડ રિપોર્ટ EDને કેમ ઈ-મેલ કર્યો? તેમને આરોપ લગાવ્યો કે અંગ્રેજોની જેમ મોદી સરકાર પણ અરવિંદ કેજરીવાલને હેરાન કરવા માટે કેદીઓનું ભોજન અને દવા બંધ કરાવવાનું ષડયંત્ર કરી રહી છે.
સૌરભ ભારદ્વાજે એવો પણ આક્ષેપ કર્યો હતો કે એકંદરે આ કેજરીવાલને ખતમ કરવાનું કાવતરું છે, જેથી તેમના ઘણા અંગોને નુકસાન થાય અને 2-4 મહિના પછી જ્યારે તેઓ જેલમાંથી બહાર આવે ત્યારે તેમને કિડની અને હૃદયની સારવાર માટે જવું પડે. ન્યાયિક કસ્ટડી આપતી વખતે, કોર્ટે કેજરીવાલને તેમના દૈનિક ખાંડના સ્તરને મોનિટર કરવા માટે જેલમાં ગ્લુકોમીટર રાખવાની મંજૂરી આપી હતી.
શું છે મામલો?
ED અનુસાર, કેજરીવાલને ટાઈપ-2 ડાયાબિટીસ છે, પરંતુ તેઓ જેલમાં આલૂ પુરી, કેરી અને મીઠાઈઓ ખાઈ રહ્યા છે. કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં 18 દિવસથી તિહાર જેલમાં બંધ છે અને તેમને ઘરનું ભોજન ખાવાની છૂટ આપવામાં આવી છે. આ આરોપો બાદ કોર્ટે તિહાર જેલ પ્રશાસન પાસેથી કેજરીવાલના ખાવા-પીવા અને દવાઓનો રિપોર્ટ માંગ્યો હતો. અહીં કેજરીવાલે જેલમાં ઇન્સ્યુલિન આપવા માટે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી હતી.
આ પણ વાંચો:પૂર્વમાં ટીડીઓના મેળાપીપણામાં ગેરકાયદે બાંધકામોનો રાફડો
આ પણ વાંચો:બેંક મેનેજરે બેંક સાથે કરી છેતરપિંડી, 15 કરોડનો દંડ અને સાત વર્ષની કેદ
આ પણ વાંચો:ક્રાઇમ કેપિટલ સુરતમાં ઓનલાઇન ટાસ્કના નામે 12 લાખનો ફ્રોડ