Not Set/ નરોડા પાટિયા કાંડ: SC આરોપી બાબુ બજરંગીના જામીન કર્યા મંજુર

અમદાવાદ, ગુજરાતના અમદાવાદમાં  2002 માં જાણીતા નરોડા પાટિયા કાંડ મામલે દોષિત બજરંગ દળના બાબુ બજરંગીને સુપ્રીમ કોર્ટથી જામીન મળી ગયા છે. બાબુ બજરંગીએ કોર્ટમાં આરોગ્યના આધારે જામીન અરજી દાખલ કરી હતી. બજરંગીને 21 વર્ષની સજા આપવામાં આવી હતી. આ પહેલા આ જ વર્ષે જાન્યુઆરીમાં નરોડા પાટિયા કાંડ મામલે  સજા ભોગવી રહેલ ચાર આરોપી ઉમશે ભાઈ […]

Top Stories Ahmedabad Gujarat
ma 7 નરોડા પાટિયા કાંડ: SC આરોપી બાબુ બજરંગીના જામીન કર્યા મંજુર

અમદાવાદ,

ગુજરાતના અમદાવાદમાં  2002 માં જાણીતા નરોડા પાટિયા કાંડ મામલે દોષિત બજરંગ દળના બાબુ બજરંગીને સુપ્રીમ કોર્ટથી જામીન મળી ગયા છે. બાબુ બજરંગીએ કોર્ટમાં આરોગ્યના આધારે જામીન અરજી દાખલ કરી હતી. બજરંગીને 21 વર્ષની સજા આપવામાં આવી હતી. આ પહેલા આ જ વર્ષે જાન્યુઆરીમાં નરોડા પાટિયા કાંડ મામલે  સજા ભોગવી રહેલ ચાર આરોપી ઉમશે ભાઈ ભારવાડ, રાજકુમાર, હર્ષદ અને પ્રકાશભાઈ રાઠોડને સુપ્રીમ કોર્ટથી જામીન આપવામાં આવ્યા હતા.

નરોડા પાટિયા કાંડના મામલે આરોપી  બાબુ બજરંગીએ સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરેલી જામીન અરજીમાં કહ્યું હતું કે તે શારીરિક રીતે સારો નથી અને થોડા સમય પહેલા બાયપાસ સર્જરી કરાઈ છે. ગયા વર્ષે એપ્રિલમાં, ગુજરાત હાઈકોર્ટે બાબુ બજરંગીને દોષી ઠેરવ્યો હતો અને તેને 21 વર્ષની જેલની સજા ફટકારી હતી. અગાઉ, વિશેષ અદાલત વતી, બાબુ બજરંગીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટે આ સજાને 21 વર્ષની જેલની સજા કરી હતી.

ગયા વર્ષે એપ્રિલમાં, ગુજરાત હાઇકોર્ટે નરોડા પાટિયા કાંડનો ચુકાદો આપતા ચાર આરોપીઓને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ હત્યાકાંડમાં, 97 લોકો માર્યા ગયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા. બાબુ બજરંગીએ હાઇકોર્ટના ચુકાદાને પણ પડકાર આપ્યો હતો.