Not Set/ પાકિસ્તાન લગાવશે સિગરેટ અને સોફ્ટ ડ્રીંક પર સિન ટેક્સ, જાણો શા માટે આવું પગલું ભર્યું

પાકિસ્તાનમાં વ્યસન કરનાર લોકોની વધતી જતી સંખ્યાને લઈને ત્યાની સરકાર સિન ટેક્સ અમલમાં મુકવાનું વિચારી રહી છે. સિન ટેક્સ એ સિગરેટ, ખાંડમાંથી બનેલા પીણા એટલે કે સોફ્ટ ડ્રીંક પર લગાવવામાં આવશે. ટેક્સને લીધે જમા થયેલી રાશિને સ્વાસ્થ્ય ખર્ચ પર થનારા બજેટમાં શામેલ કરવામાં આવશે. પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી આમેર મહમૂદ કિયાનીએ આ જાણકારી આપી હતી. દેશનો […]

Top Stories World Trending
150513 smoking cigarette jpo 508p d58f1abb2c671a81b2ebca7a28816dc3.fit 760w પાકિસ્તાન લગાવશે સિગરેટ અને સોફ્ટ ડ્રીંક પર સિન ટેક્સ, જાણો શા માટે આવું પગલું ભર્યું

પાકિસ્તાનમાં વ્યસન કરનાર લોકોની વધતી જતી સંખ્યાને લઈને ત્યાની સરકાર સિન ટેક્સ અમલમાં મુકવાનું વિચારી રહી છે. સિન ટેક્સ એ સિગરેટ, ખાંડમાંથી બનેલા પીણા એટલે કે સોફ્ટ ડ્રીંક પર લગાવવામાં આવશે.

ટેક્સને લીધે જમા થયેલી રાશિને સ્વાસ્થ્ય ખર્ચ પર થનારા બજેટમાં શામેલ કરવામાં આવશે.

પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી આમેર મહમૂદ કિયાનીએ આ જાણકારી આપી હતી.

દેશનો જીડીપી વધારવા માટે ભર્યું આ પગલું 

સ્વાસ્થ્ય મંત્રીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે પીએમ ઇમરાનની સરકાર દેશનું સ્વાસ્થ્ય બજેટનો જીડીપી પાંચ ટકા સુધી લાવવા માંગે છે. આથી પૈસા ભેગા કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમને ઉમ્મીદ છે કે સિન ટેક્સથી સારી એવી ધન-રાશિ ભેગી થશે.

હાલ પાકિસ્તાનનું જીડીપી માત્ર ૦.૬ ટકા જ સ્વાસ્થ્ય સેવા પર ખર્ચ કરે છે.

વધુમાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે સિન ટેક્સની કિમત હજુ સુધી અમે નક્કી નથી કરી પરંતુ તે રકમ આવકાર્ય હશે.

વિશ્વના ૪૫ દેશોમાં લાગુ છે સિન ટેક્સ 

તમને જણાવી દઈએ કે સિન ટેક્સએ કોઈ નવીન ટેક્સ નથી પરંતુ ભારત સહિત વિશ્વના ૪૫ દેશોમાં આ ટેક્સ લાગુ છે. અમેરિકા, બ્રિટન અને કેનેડા જેવા દેશોમાં પણ આ ટેક્સ લગાવવામાં આવ્યો છે.

શું છે સિન ટેક્સ 

સિન ટેક્સને પાપ કર પણ કહેવામાં આવે છે.

સિન ટેક્સ એ માનવ જીવનને હાનીકારક હોય તેવી વસ્તુઓ પર લગાવવામાં આવે છે. જેમાં આલ્કોહોલ, સિગરેટ, ડ્રગ્સ , સોફ્ટ ડ્રીંક , તમાકુ , સુગર, કોફી  અને કેટલાક ફાસ્ટફૂડ પર લગાવવામાં આવે છે.

પાકિસ્તાનમાં રોજ ૧૫૦૦ યુવાનો વ્યસનના બંધણી બને છે. સ્વાસ્થ્ય મંત્રી આ સંખ્યામાં ઘટાડો કરવા માંગે છે.

દર વર્ષે તમાકુના લીધે પાકિસ્તાનમાં ૧,૦૮,૮૦૦ લોકો મૃત્યુ પામે છે. એટલે કે ૨૯૮ લોકો રોજ વ્યસનના લીધે મોતને ભેટે છે.