Not Set/ આ સરહદી જીલ્લામાં વધી રહ્યો છે મ્યુકરમાઇકોસીસનો કહેર પણ તંત્ર હજુયે ઘોર નિંદ્રામાં…

જિલ્લામાં મ્યુકરમાઇકોસીસ મહામારીનો કહેર પણ વધી રહ્યો છે જોકે હજી પણ જિલ્લાનું તંત્ર આ મહામારીથી અજાણ હોય તેમ દર્દીઓ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી

Gujarat Others Trending
radha 5 આ સરહદી જીલ્લામાં વધી રહ્યો છે મ્યુકરમાઇકોસીસનો કહેર પણ તંત્ર હજુયે ઘોર નિંદ્રામાં...

કોરોના મહામારીની સાથોસાથ ક્ચ્છ જિલ્લામાં મ્યુકરમાઇકોસીસ મહામારીનો કહેર પણ વધી રહ્યો છે જોકે હજી પણ જિલ્લાનું તંત્ર આ મહામારીથી અજાણ હોય તેમ દર્દીઓ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી પરિણામે ઈંજકેશનના અભાવે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાના વારા આવ્યા છે.

Coronavirus: Mucormycosis cases spike in COVID-19 recovered patients,  here's what we know | The Times of India

ક્ચ્છ જિલ્લામાં હાલ સરકારી ચોપડે 30 જેટલા દર્દીઓ બ્લેક ફંગસની સારવાર લઈ રહ્યા છે. જોકે આ સારવાર માટે જરૂરી એવા ઈન્જેક્શન કચ્છમાં ક્યાંય મળતા નથી બ્લેક ફંગસની બીમારીમાં દર્દીના શરીરમાં ફંગસનો ફેલાવો અટકાવવા માટે ઈન્જેક્શન આપવું જરૂરી છે. પણ કચ્છમાં આ ઈન્જેક્શન મળતા નથી. રાજકોટ કે અમદાવાદમાં રઝળપાટ કરી માંડ ઇન્જેક્શન મળે છે.

What is Mucormycosis? Centre warns that it may turn fatal if uncared for-  All you need to know!

જેથી દર્દીઓને ભારે હાલાકી થાય છે,ચોબારી ગામના બે દર્દીઓના તો ઈન્જેક્શનના અભાવે મોત પણ થઈ ચૂક્યા છે. ત્યારે ક્ચ્છના કોંગ્રેસ આગેવાન અરજણભાઈ ભુડિયાએ કહ્યું કે, માધાપર ગામમાં જ 4 થી 5 દર્દીઓ છે જેઓને ઈન્જેક્શન માંડમાંડ મળી શક્યા છે. સરકારે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ઉપરાંત સરકારી દવાખાનાઓ અને પ્રાઇવેટ તબીબોને આ ઈન્જેક્શન પહોંચાડવા જોઈએ જેથી દર્દીઓની સારવાર થઈ શકે.