આત્મહત્યાનો પ્રયાસ/ પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય પર શોષણનો આરોપ લગાવનાર મહિલાએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ,જોધપુર હાઇકોર્ટમાં ઝેરી દવા ગટગટાવી

ગુજરાતના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે શારિરીક શોષણનો ગંભીર આરોપ લગાવનાર  મહિલાએ જોધપુર હાઈકોર્ટમાં ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે

Top Stories Gujarat
4 3 પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય પર શોષણનો આરોપ લગાવનાર મહિલાએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ,જોધપુર હાઇકોર્ટમાં ઝેરી દવા ગટગટાવી
  • ભાજપના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર
  • સામેના પોક્સો કેસમાં ન્યાય માટે સગીરાની માતાએ ઝેર પીધું
  • શનિવારે જોધપુરની હાઇકોર્ટમાં ઝેરી દવા પી ને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
  • મહિલાનો સરકારી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાતા જીવ બચ્યો હતો
  • આત્મહત્યા કરતા પહેલા મહિલાએ જજને સંબોધીને એક ચીઠ્ઠી લખી હતી
  • મહિલા દીકરી સાથે પ્રાંતિજના ધારાસભ્ય સાથે ફરવા જેસલમેર ગયા હતા
  • આબુ પાસે મહિલાની સગીર દીકરી સાથે ધારાસભ્ય અનેઅન્ય શખ્સે છેડછાડ કરી હતી

ગુજરાતના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે શારિરીક શોષણનો ગંભીર આરોપ લગાવનાર  મહિલાએ જોધપુર હાઈકોર્ટમાં ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. અમદાવાદની મહિલાએ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર શેખાવત  સામે આબુરોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ જોધપુર જજને સંબોધીને  પત્ર લખ્યો હતો, જેમાં પ્રાંતિજના ધારાસભ્ય અને બીજા એક વ્યક્તિએ ધમકી આપી હતી .આજે મહિલાએ કાર્ટેની કાર્યવાહી દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો.તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ,હાલ તેમની તબિયત સારી છે,

ઉલ્લેખનીય છે કે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં રહેતી મહિલા 2020માં તેની દિકરી સાથે પ્રાંતિજના ધારાસભ્ય અને અન્ય વ્યક્તિ સાથે  તેઓ કારમાં જેસલમેર ગયા હતા ,નવેમ્બર 2020માં રાજસ્થાન જતા આબુ પાસે મહિલાની સગીરા દિકરી સાથે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે છેડછાડ કરી હોવાનો મહિલાએ ગંભીર આરોપ લગાવ્યો હતો. ન્યાય મળે તે માટે તેણે આજે કોર્ટમાં ઝેર પી લીધું હતું

આ પણ વાંચો:થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો બેફામ, 12,52,600ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપક્ડ

આ પણ વાંચો:કાંકરેજના વરસડા ગામે ભ્રષ્ટાચારની તપાસર અર્થે પહોંચી જિલ્લા વિકાસ અધિકારીની ટીમ!