લુટેરી દુલ્હન/ જામનગરમાં પતિને પત્નીએ બનાવ્યો ઉલ્લુ : આખી વાત જાણીને તમને પણ આવશે ગુસ્સો

લુટેરી દુલ્હન અગાઉ મહારાષ્ટ્રના પૂણેમાં પણ આજ રીતના લગ્નના નામે છેતરપિંડી કરતા પકડાઇ ચૂકી હોવાની વિગતો પણ સામે આવી છે.

Top Stories Gujarat Others
જામનગર

જામનગર માં લુટેરી દુલ્હનનો વધુ એક યુવાન ભોગ બની ગયો છે. લગ્નના ખર્ચ અને દાગીના પેટે મહારાષ્ટ્ર યુવતી અને તેનો પરિવાર તેમજ અન્ય બે દલાલ સહિતના શખ્સોએ પોણા ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. લુટેરી દુલ્હન અગાઉ મહારાષ્ટ્રના પૂણેમાં પણ આજ રીતના લગ્નના નામે છેતરપિંડી કરતા પકડાઇ ચૂકી હોવાની વિગતો પણ સામે આવી છે.

જામનગરમાં લુટેરી દુલ્હનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના બેડેશ્વર વિસ્તારમાં કાપડ મીલની ચાલી ગરબી ચોક ખાતે રહેતા અને રસોઇ કામ કરતા સાગર સદાશિવ મનવર ભાઈના પિતાએ તેઓના લગ્નની વાત સગા સંબંધીઓ અને મિત્રોને કરી હતી. લાંબા સમય બાદ તેના રાજકોટ રહેતા એક મિત્ર પ્રકાશ મારુએ પોતાના ધ્યાનમાં એક છોકરી હોવાનું જણાવી અમદાવાદના વિષ્ણુભાઈને મહારાષ્ટ્રીયન પરિવાર સાથે સંબંધ હોવાની અને તેની યુવતી કુવારી હોવાનું જણાવ્યું હતું. જેને લઇને પ્રકાશભાઈ તથા વિષ્ણુભાઇએ સુરતના પુણા ગામમાં નારાયણ સોસાયટીમાં રહેતા સુધાબેનના ઘરે બોલાવી કન્યા જોવાનું ગોઠવ્યું હતું. દરમિયાન તારીખ 27-1-2020 ના રોજ રસોઈ કરતા યુવાન સાગર અને પ્રકાશ ભાઈ તથા સાગરના મિત્ર હમિદ ભાઈ એમ 3 વ્યક્તિ જામનગરથી સુરત ગયા હતા.

પ્રકાશભાઈના જાણીતા વિષ્ણુભાઈ અને બીજા એક ભાઈ તેમજ ચાર મહિલા ત્યાં હાજર હતા. જેમાંથી એક મહિલાને પ્રકાશભાઈ તથા વિષ્ણુભાઈ ઓળખતા હતા. તે મહિલાને ઓળખાણ કરાવી જે સંગીતાબેન સુધાબેન હતા તેમ જણાવ્યું હતું. જેમાં ત્રણ યુવતીઓ પૈકી શુભાંગી પ્રભાકરન સિંદે નામની કન્યા બતાવી તેની સાથે સાગરના લગ્ન કરાવવાના છે. એમ નક્કી થયું હતું. ત્રણ પૈકીની બીજી બે મહિલાઓ એક શુભાગીની માતા મનિષાબેન અને બીજી તેની માસી આશાબેન હોવાની ઓળખ છે તે સમય આપી હતી. ત્યારબાદ આ મહારાષ્ટ્રીયન પરિવાર જામનગર આવ્યો હતો અને જામનગરમાં સાગર ભાઈના ઘરે ભોજન કર્યા બાદ લગ્નનું નક્કી કર્યું. તે દરમ્યાન તારીખ 29-1-2022 ના રોજ મહારાષ્ટ્રીયન પરિવાર કન્યાને સાથે રાખી જામનગર આવ્યો હતો અને લગ્નનું નક્કી થયું હતું. દરમિયાન તા. 14/2 ના રોજ કોર્ટ મેરેજ ની વિધિ કરાવી હતી. લગ્નના ખર્ચ પેટે સાગરના પરિવારે મહારાષ્ટ્રીયન પરિવારને રૂપિયા એક લાખ 80 હજાર આપ્યા હતા.

ત્યારબાદ ગત તા.16 / 2 ના રોજ શિવાંગી કોઈને કહ્યા વગર જ કયાંક ચાલી ગઈ હતી. પાછળથી સાગર અને તેના પરિવારે શોધખોળ કરી પણ શુભાગી ક્યાંય મળી ન હતી. ઘરમાંથી રૂપિયા 40 હજાર અને દાગીના ગાયબ હોવાથી શુભાંગી આ તમામ મુદ્દામાલ લઈ ગઈ હોવાની પરિવારને શંકા ગઈ હતી. બીજા દિવસે શુભાંગીની માસીએ ફોન કરી કહ્યું હતું કે તેની માતાની તબિયત સારી ન હોવાથી મહારાષ્ટ્ર આવતી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ સમયાંતરે જુદા જુદા બહાના બનાવી શુભાંગીને મોકલી ન હતી. એક દિવસ વાયરલ વિડિઓ સામે આવ્યો જેમાં શુભાંગી, મનીષા શિંદે અને આશાબેન ભોરેએ અન્ય યુવાન સાથે આવી જ રીતે લગ્નના નામે છેતરપિંડી કરી હોવાની વિગતો સાગરના સામે આવી હતી. જેને લઈને સાગરભાઈએ આ લૂંટેરી દુલ્હન અને તેની માતા,માસી તેમજ અન્ય બે દલાલ સામે સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : 9 માસના ઘોડિયામાં સૂતા બાળકને શ્વાને બચકા ભરતા મોત