નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરુપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એકમાત્ર શારદીય નવરાત્રી જ છે જેની ઉજવણી ખૂબ જ વ્યાપક સ્વરુપે કરવામાં આવે છે. તો ચાલો જાણીએ સાતમો એટલે કે આજના દિવસે ક્યા માતાજીની પૂજા અર્ચના કરવાથી કેવું ફળ મળે છે.
સાતમો દિવસઃ કાળરાત્રી સ્વરુપ
માં દુર્ગાનું કાળરાત્રી સ્વરુપ દુષ્ટ અને ખરાબ શક્તિઓનું નાશક છે. દેખાવમાં અત્યંત ભયાવહ માં પોતાના ભક્ત માટે પુત્ર સમાન વાત્સલ્ય મૂર્તી બની જાય છે. તેમનું સ્વરુપ અંધકાર જેવું કાળું, વાળ ખુલ્લા અને ગધેડા પર સવારી કરતું છે. આ સ્વરુપમાં માતાને ત્રણ નેત્ર છે. જેનાથી નીકળતું તેજ આસૂરી અને ખરાબ શક્તિઓનો નાશ કરે છે. માંના આ સ્વરુપની પૂજા અર્ચના અને ધ્યાનથી તમારા તમામ પ્રકારના ભયનો નાશ થાય છે અને કોઈ ઘોર મુશ્કેલીમાં કે શત્રુ વચ્ચે ફસાઈ ગયા હોવ તો તાત્કાલીક મુક્તિ મળે છે.
આ મંત્રના જપ સાથે કરો માં કાળરાત્રી સ્વરુપને પ્રસન્ન
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता | लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी || वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा | वर्धन्मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयन्करि ||