Gujarat News: દાહોદ જીલ્લામાં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે સરકારી જમીન ફાળવવા અંગે ૧૩ અરજીઓ મળી હતી. જે પૈકીની ૧૦ અરજીઓને મંજૂર કરી આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે કુલ ૧૦,૮૦૦ ચો.મી. જમીન ફાળવવામાં આવી છે, તેમ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભા ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.
તેમણે ના મંજૂર કરેલી અરજી અંગે વાત કરતા જણાવ્યું કે, આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે જમીન અનુકૂળ ન હોઈ તેમજ સબ સેન્ટર અન્ય સ્થળે બનાવવાનું હોવાથી આવી ૩ અરજીઓને ના મંજૂર કરવામાં આવી છે.