બનાસકાંઠા/ ભૂસ્તર વિભાગે હુન્ડાઈ મશીન અને ડમ્પર ઝડપી પાડ્યું

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ એ કાંકરેજ ના ઉંબરી ગામેથી બિનઅધિકૃત રેતી ની ચોરી કરતા હુન્ડાઈ મશીન સહિત ડમ્પર કબ્જે કરી લાખો નો દંડ ફટકારેલ..

Gujarat Others
કન્નોજ 11 ભૂસ્તર વિભાગે હુન્ડાઈ મશીન અને ડમ્પર ઝડપી પાડ્યું

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ ખનિજચોરી ઝડપવા અનેક પ્રયાસો હાથ ધર્યા છે.અને જેના કારણે ખનીજ માં કરોડોની આવક માં વધારો થયો છે ત્યારે ગતરોજ ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષી ને બાતમી મળેલ કે કાંકરેજ ના ઉંબરી ગામે બિન અધિકૃત નદીના પટ માં હુન્ડાઈ મશીન દ્વારા રેતી ચોરી કરવામાં આવેલ છે જે બાતમી ના આધારે ખનીજ વિભાગ ની ટિમ પહોંચી ગયેલ અને ચાર કલાક બાવળો ની ઝાડી માં બેસી રહ્યા હતા  અને જ્યારે હુન્ડાઈ મશીન દ્વારા ડમ્પર માં રેતી ભરવાનું શરૂ કરતાં જ ખનીજ ની ટિમ પહોંચી જઈ હુન્ડાઈ મશીન અને ડમ્પર GJ 18 AV 6239 જેમાં 24 ટન રેતી ભરેલી હતી જે બન્ને રૂ 55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી શિહોરી પોલીસ મથકે લાવેલ જયારે મુદ્દામાલ કબ્જે કરી દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ હતી .

તાજેતર માં ડીસા પાસેથી ખનીજ ચોરી કરતા પાંચ ડમ્પર ઝડપી રૂ બાર લાખનો દંડ વસુલ કરેલ આમ બનાસકાંઠા ભૂસ્તર વિભાગ ની કડક કાર્યવાહીથી ભુમાફિયાઓ માં ફફડાટ ફેલાયો છે.

બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષી એ જણાવ્યું હતું કે ઉંબરી બનાસ નદી ના પટ માં ગેરકાયદેસર રેતી નું ખોદકામ થઈ રહ્યું છે જે માહિતી મળતા અમારી ટિમ બાવળો ની જાડી માં સતત ચાર કલાક બેસી રહ્યા હતા  અને જયારે રેતી ચોરી કરી ડમ્પર ભરી રહ્યા હતા જે સમયે પહોંચી જઈ ને ડમ્પર અને હ્યન્ડાઈ મશીન ઝડપી પાડેલા હતા  અને દંડની કાર્યવાહી હાથ ધરેલ હતી .ડીસા પાસેથી તાજેતર માં પાંચ ડમ્પર ઝડપી રૂ 12 લાખનો દંડ આપેલ અને સતત અમારી ટિમ દિનરાત એક કરીને બનાસકાંઠા માંથી ખનીજ ચોરી ઝડપવા પ્રયાસ કરી રહી છે.