ગુજરાત/ સુરતમાં 4 વર્ષના બાળકનું હડકવાથી મોત, દોઢ મહિના પહેલાં કરડ્યું હતું શ્વાન

મહારાષ્ટ્રમાં શ્વાનના બચ્ચાને બિસ્કીટ ખવડાવતી વખતે તેનો નખ વાગી જતાં લાળ ભળી જતા ડિંડોલીના 4 વર્ષના બાળકને હડકવા થઈ જતાં તેનું મોત નિપજ્યું હતું.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 44 1 સુરતમાં 4 વર્ષના બાળકનું હડકવાથી મોત, દોઢ મહિના પહેલાં કરડ્યું હતું શ્વાન

@દિવ્યેશ પરમાર 

Surat News: મહારાષ્ટ્રમાં શ્વાનના બચ્ચાને બિસ્કીટ ખવડાવતી વખતે તેનો નખ વાગી જતાં લાળ ભળી જતા ડિંડોલીના 4 વર્ષના બાળકને હડકવા થઈ જતાં તેનું મોત નિપજ્યું હતું. દોઢ મહિના પહેલા બાળક તેના મામાને ત્યાં વતનમાં ગયો હતો. ત્યારે તે ઘરની બહાર શ્વાનના બચ્ચાને બિસ્કીટ ખવડાવી રહ્યો હતો.

સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.જો તમારા બાળકો શ્વાનના બચ્ચાઓને રમાડે છે તો એક વાર આ ઘટના જોઈ લો.મૂળ મહારાષ્ટ્રના વતની રાજેન્દ્ર સુરેશભાઈ ગાયકવાડ હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલ સાઈદર્શન  સોસાયટીમાં પત્ની તેમજ દીકરી ભાગ્યશ્રી અને દીકરો નૈતિક સાથે રહે છે. રાજેન્દ્ર સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોનમાં રોડ વિભાગમાં નોકરી કરે છે.

રાજેન્દ્રના સંતાન પૈકી નૈતિકને ચારેક દિવસ પહેલા આંગણવાડીમાં મૂક્યો હતો. બુધવારે નૈતિકને ઠંડી લાગવાની સાથે તાવ આવવા લાગ્યો હતો. જેથી પરિવારજનો ઘર પાસેના મેડિકલ સ્ટોર પરથી દવા લાવીને આપી હતી. જેથી તેને તાવ સારો થઈ ગયો હતો. ત્યારબાદ તેનું વર્તન બદલાઈ ગયું હતું. જેથી પરિવારજનો તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા. જ્યાં રિપોર્ટ કરાવ્યા હતા. પરંતુ રિપોર્ટમાં કઈ આવ્યું નહિ હતું.

ત્યારબાદ થોડા સમયમાં નૈતિકને ફરી તાવ આવતા પરિવારજનો તેને દવા આપી રહ્યા હતા. ત્યારે દવા સાથે પાણી આપતા તે ડરવા લાગ્યો હતો. જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરને રેબીસ માટે શંકા જતા પરિવારને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાની સલાહ આપી હતી. જેથી પરિવારજનો તેને સારવાર માટે ગત ગુરુવારે સવારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન નૈતિકનું મોત નિપજ્યું હતું.

દોઢ મહિના પહેલા નૈતિક અને તેમનો પરિવાર તેમના મામાને ત્યાં મહારાષ્ટ્ર ખાતે ગયો હતો ત્યાં શ્વાનના બચ્ચાઓ હતા જેમને આ નૈતિક બે સ્ટેટ ખવડાવતો હતો તે દરમિયાન શ્વાનના બચ્ચાનો નખ નૈતિકને વાગ્યો હતો તેમાં શ્વાનના બચ્ચાની લાળ પડી ગઈ હતી.. જેથી નૈતિકના શરીરમાં બદલાવ આવવાનો શરૂ થયો તેમને સારવાર આપવામાં આવી ત્યારે તેમનું મોત થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી

આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો