ગુજરાત/ સુરતમાં રત્નકલાકારને ‘રેપ કેસ’ની ધમકી આપી પડાવાયા રૂપિયા અને પછી જે થયું….

સુરતના સીંગણપોર વિસ્તારમાં હનીટ્રેપની ઘટના સામે આવી હતી.સીંગણપોર વિસ્તારમાં રહેતા રત્નકલાકારને ફેસબુક ફ્રેન્ડે જહાંગીરપુરા રોઝ ગાર્ડનમાં મળવા બોલાવી યુવતીના પતિ સહિત સાત લોકો અપહરણ કરીને લઈ ગયા હતા.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 45 1 સુરતમાં રત્નકલાકારને ‘રેપ કેસ’ની ધમકી આપી પડાવાયા રૂપિયા અને પછી જે થયું....

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના સીંગણપોર વિસ્તારમાં હનીટ્રેપની ઘટના સામે આવી હતી.સીંગણપોર વિસ્તારમાં રહેતા રત્નકલાકારને ફેસબુક ફ્રેન્ડે જહાંગીરપુરા રોઝ ગાર્ડનમાં મળવા બોલાવી યુવતીના પતિ સહિત સાત લોકો અપહરણ કરીને લઈ ગયા હતા. યુવકને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી 2 લાખની માંગણી કરી હતી. અંતે 70 હજાર આપવાનું નક્કી થતા યુવકને બપોર સુધી પૈસા લઈ આવવાનું કહીને જવા દીધો હતો. જોકે તેની પાસેથી 2500 રોકડા અને 2500 ઓનલાઈન લુંટી લીધા હતા.

સીંગણપોરમાં રહેતા રત્નકલાકારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી.જેમાં  નંદનીબેન, રામભાઈ, ચંદાબેન, હરેશ, ચંદ્રેશ, હિતેશ સહિત સાત જણા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ છ મહિના પહેલા ધર્મીકને ફેસબુક ઉપર નંદનીએ ક્રિશીવ પાંડવ નામની આઈડી પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી મિત્રતા કેળવી હતી.શરૂઆતમાં ફોન પર વાત થતા તેણીએ દવાખાનાના નામે બે વાર 5 હજાર અને 3 હજાર ઓનલાઈન માંગ્યા હતા. બાદમાં રાત્રે પણ ફોન કરતા રત્નકલાકારે નંદીની નો નંબર બ્લોક કરી દીધો હતો. નંદની ટ્રુ કોલર પરથી મિસ્ડ કોલ નોટીફીકેશન મોકલતી હતી. જેથી ધાર્મીકે કેમ ફોન કરો છો તેમ પુછતા તેણીએ પાંચ મિનિટ મળવા બોલાવ્યો હતો.

ધાર્મીક ઇસ્કોન સર્કલ પાસે મળવા ગયો હતો. નંદની તેને આશારામ આશ્રમની સામે રોઝ ગાર્ડનમાં લઈ ગઈ હતી. ગાર્ડનમાં આ ટોળકીએ અગાઉ ગોઠવેલા પ્લાન મુજબ ધાર્મિકનું અપહરણ કરીને લઈ ગયા હતા. જ્યાં ચંદ્રેશ, નંદની, તેનો પતિ હરેશ અને હિતેશ તેની પાસે આવીને નંદની સાથે કેમ ફરે છે કહી ગુનો દાખલ કરવાની ધમકી આપી 2 લાખની માંગણી કરી હતી.

ધાર્મીક રૂપિયા આપવાની ના પાડતા 70 હજાર આપવાનું નક્કી થયું હતું. બાદમાં તેના ખિસ્સામાંથી હરેશે રોકડા 50 હજાર રૂપિયા અને ઓનલાઈન 5000 ટ્રાન્સફર કરી લીધા હતા.કુલ તેમની પાસેથી 55 હજાર પડાવી લેવતા રત્નકલાકારે સીંગણપોર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ ના આધારે પોલીસે 7 માંથી મુખ્ય આરોપી નંદીની ,ચંદ્રેશ પાંડવ અને તેની પત્ની ચંદ્રાની ધરપકડ કરી હતી.જ્યારે અન્ય ચાર ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી

આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો