Not Set/ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક 45 મિનિટ સુધી નાસાના નિયંત્રણ બહાર

આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન લગભગ 45 મિનિટ સુધી નાસાના નિયંત્રણમાંથી બહાર થઇ ગયું હતું. તે સમયે સ્પેસ સ્ટેશનમાં ક્રૂના સાત સભ્યો હતા,

Top Stories World
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક

યુએસ સ્પેસ એજન્સી નાસાએ દાવો કર્યો છે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક, અવકાશમાં અવકાશયાત્રીઓનું ઘર છે. જે  ગુરુવારે (29 જુલાઈ) લગભગ 45 મિનિટ સુધી તેમના નિયંત્રણની બહાર રહ્યું. હકીકતમાં, રશિયન મોડ્યુલએ બેકફાયર કર્યું હતું. જેના કારણે આમ બન્યું હતું. જો કે, નાસાના કંટ્રોલ રૂમમાં હાજર ટીમે કંટ્રોલ થ્રસ્ટર્સની મદદથી સ્પેસ સ્ટેશનને પાછુ તેની કક્ષામાં લાવ્યા હતા. અને એક મોટો અકસ્માત ટાળ્યો હતો.

આ આખો મામલો છે

માહિતી અનુસાર, ગુરુવારે અવકાશમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પર રશિયાનું સંશોધન મોડ્યુલ તેનાત કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે અચાનક બેકફાયર થઈ ગયું, જેના કારણે આઇએસએસ તેની ભ્રમણકક્ષામાંથી દુર ખસી ગયું હતું. અને લગભગ 45 મિનિટ સુધી નાસાના નિયંત્રણમાંથી બહાર થઇ ગયું હતું. તે સમયે સ્પેસ સ્ટેશનમાં ક્રૂના સાત સભ્યો હતા, જે હાલમાં સુરક્ષિત છે. તેમાં બે રશિયન, ત્રણ અમેરિકન, એક જાપાની અને એક ફ્રેન્ચ અવકાશયાત્રીનો સમાવેશ થાય છે. આ મામલે બાતમી મળતાની સાથે જ નાસામાં હડકંપ મચી ગયો હતો. સ્પેસ એજન્સીના કંટ્રોલ રૂમમાં ફ્લાઇટ ટીમે કંટ્રોલ થ્રસ્ટર્સની મદદથી સ્ટેશનને પુન: પોતાની જગ્યાએ ગોઠવી દીધું હતું.

રશિયન મોડ્યુલ કેમ બેકફાયર થયું?

તપાસમાં બહાર આવ્યું છે કે રશિયન લેબોરેટરી મોડ્યુલ નાઉકા માં ટેકનીકલ ખામીને કારણે બેકફાયર થયું હતું. હકીકતમાં, તેના જેટ થ્રસ્ટર્સ આપમેળે ચાલવા લાગ્યા, જેના કારણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક યુએસ અંતરિક્ષ એજન્સી નાસાના નિયંત્રણ બહાર હતું.

સ્ટારલાઇનર કેપ્સ્યુલનું લોન્ચિંગ સ્થગિત

એવું કહેવામાં આવી રહ્યું છે કે બોઈંગ સીએસટી -100 સ્ટારલાઈનર કેપ્સ્યુલ નાસા દ્વારા થોડા સમય પછી લોન્ચ થવાની હતી જ્યારે આ ઘટના બની હતી. આ કેપ્સ્યુલને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડવા માટે પણ મોકલવામાં આવી રહી હતી, પરંતુ અકસ્માત બાદ લોન્ચિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. હવે આ કેપ્સ્યુલનું લોન્ચિંગ 3 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવ્યું છે.

રાજકીય / ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા માટે કોંગ્રેસ ઉજવશે ‘જન ચેતના અભિયાન’’

નિંદનીય / YouTube ચેનલ પર મહિલાઓની લાઇવ હરાજી: શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કડક કાર્યવાહીની કરી માંગ